વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ
SHARE
વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ
વાંકાનેરમાં આયોજિત કામા અશ્વ રમતોત્સવ દરમિયાન આજે એમ્બ્યુરન્સ રેસ યોજાઇ હતી જેમાં 25 જેટલા ઘોડ સવારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ રેસની વિશેષતાએ હોય છે કે, ડુંગરાળ પ્રદેશની અંદર ઘોડા અને ઘોડ સવાર બંનેની પરીક્ષા થાય છે અને ત્યારબાદ તે રેસની અંદર વિજેતા ઘોડો અને ઘોડે સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે
વાંકાનેર શહેરમાં રણજીત વીલા પેલેસની બાજુના ગ્રાઉન્ડમાં ગઈકાલથી કામા અશ્વ રમત ઉત્સવ શરૂ થયેલ છે અને ગઈકાલે રાજ્યપાલ, કેબિનેટ મંત્રી રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય વિગેરે આ કાર્યક્રમમાં આવ્યા હતા અને આજે સવારે 7:00 વાગ્યાથી કાઠીયાવાડી, મારવાડી અને કચ્છી ઘોડાઓની એમ્બ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અને રણજીત વિલા પેલેસ ખાતેથી આ રેસ શરૂ થઈ હતી જે ગઢિયા ડુંગરમાં કુલ 20 કિલોમીટર સુધી ફરીને રણજીત વિલાસ પેલેસ ખાતે જ પૂર્ણ કરવામાં આવી હતી
ગુજરાત કામા હોર્સ સોસાયટીના સભ્ય શિવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રેસમાં ઘોડો દોડે અને પહેલા નંબરે આવે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે પરંતુ એમ્બ્યુરન્સ રેસ ની અંદર તેવું નથી હોતું, આ રેસની અંદર ઘોડાઓને લઈને ઘોડ સવાર ડુંગરાળ અને પથ્થરાળ પ્રદેશની અંદર જતા હોય છે.અને ત્યાંથી પરત આવ્યા બાદ ઘોડાના હાર્ટબિટ, તેની હાલચાલ વિગેરે તમામ બાબતોનું વેટરનિટી ડોક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવે અને ત્યાર પછી વિજેતા ઘોડા અને ઘોડ સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે