મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને રકમ ચૂકવવા આદેશ


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને રકમ ચૂકવવા આદેશ

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરાતા નામદાર કોર્ટે રકમ ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે નવાગામ વઘાસીયાના ઘુસાભાઈ તેની ગાડી લઇને વાંકાનેર તાલુકાના પંચાસર ગામ જતા હતા રસ્તામાં માછોરાના બેઠાપુલ ઉપર તેની ગાડીઅચાનક સળગી ગઇ તેમણે રીલાયન્સ જનબલ ઇન્સ્યુરન્સ કંપનીનો વિમો હતો તમામ કાગળો ગ્રાહકે રજુ કરેલ છ તા વીમા કંપનીએ રેપ્યુટ લેટર થી વીમો નામંજુર કરેલ તેઓ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતા કોર્ટે કહ્યુ કે ગ્રાહકે વીમો લીધો છે વીમા કંપનીની સેવામાં ખામી છે ફરીયાદીની ગાડીને પુરેપુરૂ નુકશાન થયેલ છે. માટે વીમા કંપનીએ ઘુસાભાઇ હકાભાઇ ડાભીને ૫,૫૦,૦૦૦ તા.૮/૧૧/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને ૫,૦૦૦ ખર્ચના ચુકવવા જો બે માસમાં રકમ ના ચુકવે તો ૯ ટકા લેખે ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હિત માટે લડત કરવી જોઇએ.કોઇપણ વ્યકિતને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨),ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપ પ્રમુખ હિતેષભાઇ મહેતા (મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬) કે મંત્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા જણવાયેલ છે.




Latest News