મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: 4 મહિલા સહિત 7 પકડાયા
હળવદમાં રહેતા યુવાનના અશ્લીલ ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે શખ્સોએ કરી 5 લાખની માંગણી !
SHARE
હળવદમાં રહેતા યુવાનના અશ્લીલ ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 5 લાખની બે શખ્સોએ કરી માંગણી
હળવદમાં ધાંગધ્રા દરવાજાની અંદર આવેલ રાવલ ફળી પાસે વજેરી વાસમાં રહેતા યુવાનના ભાઈને ફોન કરીને પાંચ લાખ રૂપિયા આપો નહીંતર તારા નાના ભાઈના અશ્લીલ ફોટો અને વિડીયો મારી પાસે છે જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું અને રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદમાં ધાંગધ્રા દરવાજાની અંદર રાવલ ફળી પાસે વજેરીવાસમાં રહેતા ફિરોજભાઈ યુનુસભાઈ સંધિ (30) એ હાલમાં અનશભાઈ સંધિ અને હાજી સલીમભાઈ સંધિ રહે.બંને ધાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપીઓએ ફરિયાદીના ભાઈ સાહેદ માજીદભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, પાંચ લાખ રૂપિયા આપો નહીંતર તારા નાના ભાઈ ફિરોજભાઈના અશ્લીલ ફોટો અને વિડિયો મારી પાસે છે જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું અને રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન દવા પી ગયો
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો દિનેશ લક્ષ્મણભાઈ સોલંકી (35) નામનો યુવાન રાત્રિના સમયે દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાઇક સ્લીપ
મોરબીના ત્રાજપર પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતો સાર્દુલ મોહનભાઈ ફાંગલીયા (36) નામનો યુવાન હળવદ ઘૂટું રોડ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.