મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ધાર્મિક બાબતના વિડીયો શું કામ ફોરવર્ડ કરે છે ?: વાંકાનેરમાં આધેડને લાકડી-પાઇપથી માર માર્યો, 6 સામે ફરિયાદ


SHARE











ધાર્મિક બાબતના વિડીયો શું કામ ફોરવર્ડ કરે છે ?: વાંકાનેરમાં આધેડને લાકડી-પાઇપથી માર માર્યો, 6 સામે ફરિયાદ

વાંકાનેરમાં રહેતા આધેડએ ધર્મના ખલીફાને લગતા વિડીયો મૂક્યા હતા જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા ફરિયાદીને ગાડીમાંથી બહાર કાઢીને લાકડી તથા પાઇપ વડે શરીરે આડેધડ માર મારીને ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જ્યારે ત્રણ શખ્સોએ ફરિયાદીની દુકાને આવીને તેના ટાંટીયા ભાંગી નાખવાની અને મારવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ હાલમાં છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેરના તીથવા રોડ ઉપર રહેતા હુસેનભાઇ ઈબ્રાહીમભાઇ ગઢવારા (52) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સાહિદહુસેન અમીયલભાઇ વકાલીયા, ઝુબેર ઈકબાલભાઈ તરકબાણ, લતીફ અમીયલભાઇ, સોયબ વારસી, હનીફ મતવો અને સફીર અબાસભાઈ ગઢવારા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે પોતાની અલ્ટો ગાડી નંબર જીજે 36 બી 1058 લઈને ઘર બાજુ જતાં હતા ત્યારે ત્રણ આરોપીઓએ તેને રોકીને ધાર્મિક બાબતના વિડીયો શું કામ ફોરવર્ડ કરે છે તેવું કહીને ગાળો આપી હતી અને ત્યાર બાદ સાહિદહુસેન અમીયલભાઇ વકાલીયા, ઝુબેર ઈકબાલભાઈ તરકબાણ અને લતીફ અમીયલભાઇએ ફરિયાદીને ગાડીમાંથી બહાર કાઢવાની કોશિશ કરી હતી અને લાકડી તથા લોખંડના પાઈપથી શરીરે મારમારીને ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે સોયબ, હનીફ અને સફીર એ ફરિયાદીની દુકાને જઈને ટાંટિયા ભાંગી નાખવાની અને માર મારવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એનડીપીએસ કેસમાં વધુ એક પકડાયો

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ નજીકથી થોડા દિવસો પહેલા ગાંજાના જથ્થા સાથે એક ઇસમ પકડાયો હતો.અને ત્યારબાદ તેણે પાસેથી માલ લીધો હતો તે ધ્રાંગધ્રાના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.અને બાદમાં તેની પૂછપરછ દરમ્યાન સામે આવેલ વ્યક્તિની શોધ કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતેથી મોરબી એ ડિવિઝનન પોલીસ મથકના પીએસઆઇ જે.સી.ગોહિલ તથા ટીમ દ્વારા મોઇનુદ્દીન મોહમ્મદઇલિયાસ શેખ (૩૬) રહે.અલઅસબાબ સોસાયટી મકરબા રોડ નેહરુનગર સરખેજ અમદાવાદ મૂળ રહે.૪-કબાપાર્ક પાસે ફતેહવાડી સરખેજ રોડ કેનાલ પાછળ અમદાવાદની ધરપકડ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

બાળક રાજકોટ ખસેડાયો

મોરબીના સામેકાંઠે શોભેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા પરિવારનો વિકાસ બટુકભાઈ દેવીપુજક નામનો ૧૪ વર્ષનો બાળક બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે બાઈક થાંભલા સાથે અથડાતા ઈજા પામ્યો હતો.જેથી વિકાસને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાવ્યો હતો.જ્યારે હળવદના ચરાડવા ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં મનસુખભાઈ જેરામભાઈ સોનગ્રા નામના ૩૦ વર્ષના યુવાનને અને મારામારીના બનાવમાં ઈજા પામેલ અશ્વિન રામજીભાઈ સુરાણી (૨૬) રહે.હળવદ ભવાનીનગર વિસ્તારવાળાઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News