મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: 4 મહિલા સહિત 7 પકડાયા


SHARE











મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: 4 મહિલા સહિત 7 પકડાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે અમૃત પાર્કની પાછળ મફતિયાપરા વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચાર મહિલા સહિત કુલ 5 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 2800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે અમૃત પાર્કની પાછળના ભાગમાં મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લક્ષ્મણભાઈ દેવજીભાઈ સોલંકી (74), રજીયાબેન મહેબુબભાઇ સુમરા (30), રોશનબેન યુનુસભાઇ સુમરા (48), રોશનબેન હસણભાઇ સુમરા (23) અને છાયાબેન દિલીપભાઈ કુંઢીયા (26) રહે.બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગારની બે રેડ

મોરબીના ભડીયાદ રોડ ઉપર 222 કારખાના પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા મકસુદભાઇ મુસાભાઇ ચૌહાણ (37) રહે. સોઓરડી મોરબી વાળો મળી આવતા પોલીસે 1250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના રફાળેશ્વર ગામે મંદિરની પાછળ રેલવે ફાટક નજીક વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા રોહિતભાઈ જીતેશભાઈ કાંજિયા (25) રહે. માધાપર શેરી નં-1 મોરબી વાળો મળી આવતા પોલીસે 1400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આ બંને ગુના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે






Latest News