મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને લાખનો મુદામાલ પડાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
માળીયા(મીં)ના જાજાસર ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન
SHARE
માળીયા(મીં)ના જાજાસર ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન
માળીયા(મીં) તાલુકાના જાજાસર ગામે દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા આઇએમએ-મોરબીના સયુંકત ઉપક્રમે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેનો ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકોને લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે.
આ મેડીકલ કેમ્પમાં ડો.મયુર કાલરીયા (ઓર્થોપેડીક), ડો.પાર્થ કાલરીયા (એમ.ડી. ફીઝીશ્યન), ડો. કલ્પેશ રંગપરીયા (ચામડીના રોગોના નિષ્ણાંત), ડો.દર્શન નાયકપરા (બાળરોગ નિષ્ણાંત), ડો. કેયુર જાવીયા (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડો.દિપ ભાડજા (મગજ અને માનસિક રોગના નિષ્ણાંત) અને ડો.મનીષ ભાટીયા (એમ.એસ.જનરલ સર્જન) સેવા આપશે. આ કેમ્પ તા.૪/૧ ને રવિવારના સવારે ૧૦ થી ૧ માળીયા (મિં.) તાલુકાના જાજાસર ગામે પ્રાથમીક શાળા ખાતે યોજાશે. આ કેમ્પમાં દર્દીઓના રોગનું નિદાન કરવામાં આવ્યા બાદ તેઓને ફ્રી માં દવા પણ આપવામાં આવશે. અને દર્દીઓએ તેની ફાઈલ કે જૂના રિપોર્ટ હોય તો સાથે લાવવા માટે જણાવ્યુ છે આ કેમ્પને સફળ બનાવવા માટે દેવ સોલ્ટ પ્રા.લી. અને દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન ની ટિમ જહેમત ઉઠાવી રહી છે.