વાંકનેર તાલુકાનો બનાવ: પૂર્વ પ્રેમીએ વ્હોટ્સ એપ, ઇન્સ્ટગ્રામ અને ફેસબુકમાં જૂના ફોટો વાયરલ કરતાં યુવતીએ નોંધાવી ફરિયાદ
SHARE
વાંકનેર તાલુકાનો બનાવ: પૂર્વ પ્રેમીએ વ્હોટ્સ એપ, ઇન્સ્ટગ્રામ અને ફેસબુકમાં જૂના ફોટો વાયરલ કરતાં યુવતીએ નોંધાવી ફરિયાદ
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ જે યુવક સાથે પ્રેમસંબંધ હતો તે અંગેની યુવતીના ઘરે ખબર પડી જતા તેણે યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ન હતો તેમ છતાં પણ યુવાન દ્વારા પ્રેમસંબંધ રાખવા માટે થઈને યુવતીને દબાણ કરવામાં આવતું હતું અને યુવતી વસ્તુઓ લેવા માટે બહાર જાય તો તેની પાછળ જઈને તેમજ અગાઉ યુવતી સાથે પાડેલા ફોટા વ્હોટ્સ એપ સ્ટેટસ અને ઇન્સ્ટગ્રામ તેમજ ફેસબુકના ડીપીમાં મૂકીને યુવતીને હેરાન પરેશન કરવામાં આવતી હતી જેથી યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ મોહનભાઈ ચાવડા રહે. પંચાસીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, યુવતીને અગાઉ આરોપી સાથે પ્રેમસંબંધ હતો જો કે, તે બાબતની જાણ યુવતીના ઘરે થઈ ગયેલ હોવાથી તેને આરોપી સાથે પ્રેમસંબંધ રાખવો ન હતો તેમ છતાં પણ આરોપી દ્વારા પ્રેમસંબંધ રાખવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું અને અવારનવાર તે ફરિયાદીનો પીછો કરતો હતો આટલું નહીં પરંતુ અગાઉ ફરિયાદી સાથે પાડેલા ફોટો વ્હોટ્સએપ સ્ટેટસ તથા ઇન્સ્ટગ્રામ તેમજ ફેસબુકમાં તેમજ પોતાના ડીપીમાં રાખીને યુવતીને હેરાન પરેશાન કરતો હતો જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.