મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદમાં યુવતી સાથે સબંધ હોવાની શંકાના આધારે યુવાનના ઘરમાં ઘૂસીને તેના પિતાને તલવારનો ઘા ઝીકયો, માતા-બહેનને ધોકા વડે મારમાર્યો


SHARE









હળવદમાં યુવતી સાથે સબંધ હોવાની શંકાના આધારે યુવાનના ઘરમાં ઘૂસીને તેના પિતાને તલવારનો ઘા ઝીકયો, માતા-બહેનને ધોકા વડે મારમાર્યો

હળવદ માર્કેટ યાર્ડ સામેના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના દીકરાને સામેવાળાની બહેન સાથે સંબંધ હોવાની શંકા રાખીને ત્રણ શખ્સો તલવાર અને ધોકા સાથે યુવાનના ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવાનને માથામાં તલવારનો ઘા માર્યો હતો તથા તેના પત્ની અને દીકરીને ધોકા વડે મારમારીને ઇજાઓ કરી હતી આટલું નહીં પરંતુ યુવાન તથા તેના પરિવારજનોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ માર્કેટયાર્ડ સામેના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ રતનજીભાઈ બારૈયા (45)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલ લીલાભાઈ કોળી, મનસુખ લીલાભાઈ કોળી અને મહેશ ઉર્ફે મલો ભોલાભાઈ કોળી રહે. બધા ભવાનીનગર ઢોરા વિસ્તાર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓ તેના પત્ની મધુબેન તેમજ દીકરી દક્ષા અને જમાઈ તેમજ દીકરી જયદીપ બધા ઘરે હતા ત્યારે તેમના ઘરનો દરવાજો ખખડાવવામાં આવતા ફરિયાદીના પત્ની મધુબેને ઘરનો દરવાજો ખોલ્યો હતો ત્યારે ત્રણેય આરોપીઓ હાથમાં તલવાર અને ધોકા લઈને તેઓના ઘરની અંદર ઘૂસી ગયા હતા અને ફરિયાદીનો દીકરો જયદીપ આરોપીઓના બહેન સાથે સંબંધ રાખતો હોવાની શંકાના આધારે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદીને ગોપાલે માથાના ભાગે તલવારનો ઘા મારીને ઇજા કરી હતી જ્યારે મનસુખએ લાકડાના ધોકા વડે ડાબા હાથમાં મારમારીને ફેક્ચર જેવી ઈજા કરેલ છે તેમજ ફરિયાદીના પત્ની મધુબેનને બંને હાથમાં ધોકા વડે માર માર્યો હતો અને ફરિયાદીની દીકરી દક્ષાને ધોકા વડે કપાળના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલ બે મહિલાઓ સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News