મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના માનસર ગામે વાડીએ તંબુમાં જુગાર રમતા 7 શખ્સો 9.06 લાખની રોકડ અને બે કાર સહિત 24.06 લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબીના માનસર ગામે વાડીએ તંબુમાં જુગાર રમતા 7 શખ્સો 9.06 લાખની રોકડ અને બે કાર સહિત 24.06 લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબીના માનસર ગામની સીમમાં વાડીએ આવેલ પ્લાસ્ટિકના તંબુમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકતના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વાડીના માલિક સહિત જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હોય પોલીસે રોકડા 9,06,500 તથા બે કાર આમ કુલ મળીને 24,06,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાને મળેલ બાતમીના આધારે માનસર ગામની સીમમાં નારણકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મનસુખભાઈ જીલરીયાની વાડીએ પ્લાસ્ટિકના તંબુમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા વાડીના માલિક મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા (44) રહે. ભક્તિ સોસાયટી નાની વાવડી મોરબી તથા રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (45) રહે. સિદ્ધિવિનાયક ટાઉનશીપ મહેન્દ્રનગર, માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી (55) રહે. વવાણીયા તાલુકો માળીયા મીયાણા, ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા (36) રહે. પ્રભુકૃપા રેસીડેન્સી સતનામ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, રાજેશભાઈ મકનભાઈ મહાલીયા (34) રહે. વર્ષામેડી તાલુકો માળીયા મીયાણા, વિવેક વિનોદભાઈ ગોસ્વામી (32) રહે. મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા અને નયનભાઈ પરસોતમભાઈ સનિયારા (32) રહે. પ્રભુકૃપા ટાઉનશિપ ફોર સ્ક્વેર એપાર્ટમેન્ટ મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 9,06,500 ની રોકડ તથા એક સ્કોર્પિયો ગાડી નંબર જીજે 3 પીએ 6612 અને ટાટા પંચ કાર નંબર જીજે 36 એલ 3275 આમ કુલ મળીને 24,06,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News