મોરબી એકોર્ડ સિરામિકે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજયો, ૩૧૦ જેટલા રકતદાતાઓેએ રક્તદાન કર્યુ, મણીભાઇનું ૫૧ મું રક્તદાન
SHARE
મોરબી એકોર્ડ સિરામિકે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજયો, ૩૧૦ જેટલા રકતદાતાઓેએ રક્તદાન કર્યુ, મણીભાઇનું ૫૧ મું રક્તદાન
હળવદ રોડ ઉપર આવેલ એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિકના માલિક નરભેરામભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ સિરામિક એસોસિએશન) તથા તેમના પુત્ર સાગરભાઈ પટેલ, અમિતભાઈ, જયભાઈ, વૈભવભાઈ, વિરલભાઈ, નીરવભાઈ, હર્ષભાઈ તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી માનવતા માટે પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યુ હતુ.આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક તેમજ અમદાવાદથી સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર દ્વારા રકત એકત્રિત કરવામાં આવ્યું હતું.૩૧૦ જેટલા રકતદાતાઓેએ રક્તદાન કર્યુ હતુ.તેમના આ કાર્યને મોરબી સિરામિક પરિવાર તરફથી બિરદાવવામાં આવ્યુ હતુ.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી પરિવાર ભાવના અને માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ એકોર્ડ પરિવારે સર્વે રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
એકોર્ડ સિરામિકમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નરભેરામભાઈ સરડવા તરફથી કરવામાં આવ્યું હતું.જેમાં ૫૧ મી વખત રક્તદાન કરીને માનવતાની મહેક ફેલાવતા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પુર્વ પ્રમુખ મણિલાલ વી.સરડવાને એકોર્ડ સિરામિક અને સરડવા પરિવાર તરફથી શુભકામના પાઠવવામાં આવી હતી.જીવનમાં ઉતરોત્તર સારા સામાજિક કાર્યો કરતા રહો એ જ અભ્યર્થના વ્યકત કરવામાં આવી હતી.એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકના માલિક નરભેરામભાઈ સરડવા તથા તેમના નાના પુત્ર સાગરભાઈ અને તેમના ભાઈ તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા તેમને સરડવા પરિવાર તરફથી બિરદાવવામાં આવ્યા હતા. સરડવા પરિવારના મણિલાલ સરડવા (પૂર્વ પ્રમુખ માળિયા તાલુકા ભાજપ), નિલેશભાઈ, હિંમતભાઈ, રાજુભાઈ, જૈમિનભાઈએ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી પરિવાર ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.મહાદેવભાઈ સરડવાએ ખાસ હાજરી આપી હતી.