મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં એકીસાથે વિવિધ રોગની સારવાર માટેના ત્રણ કેમ્પ એક જ જગ્યાએ યોજાયા


SHARE









મોરબીમાં એકીસાથે વિવિધ રોગની સારવાર માટેના ત્રણ કેમ્પ એક જ જગ્યાએ યોજાયા

મોરબીમાં એક દિવસમાં વિવિધ રોગના ત્રણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંસ્યથેરાપી, બ્લડ સુગર, બીપી ચેકિંગ, જાલંધર પદ્ધતિ દ્વારા દાંતની સારવાર, તથા આંખના રોગોની સારવારનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો.

મોરબીના જાણીતા સેવાભાવી ડો. હસ્તીબેન મહેતા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અને તેઓના આ સમયાંતરે સતત જોતાં કેમ્પમાં આ 206, 207 અને 208 મો કેમ્પ હતો. આ કેમ્પના સહયોગી દાતા શ્રીમતી લતાબેન ચંદ્રકાન્તભાઈ દફતરી કાંસ્યથેરાપી તેમજ ફ્રી બ્લડ સુગર અને બીપી ચેક અપ, જગદીશસિંહ ઝાલા વાકાનેર તરફથી જાલંધર દાંત ચિકિત્સા અને કુમારી ભારતીબેન કાગડા (ફ્રી યોગ સેન્ટર) દ્વારા  આંખ ચિકિત્સા કેમ્પ માટે સહયોગ આપવામાં આવેલ હતો. આ કેમ્પ  મોરબીમાં આવેલ કંસારા શેરીની વાડીમાં બપોરે 4 થી 7 સુધી કેમ્પ રાખવામા આવેલ હતો જેનો 370 થી પણ વધુ દર્દીઓએ લાભ લીધેલ છે. જેમાં કાંસ્ય થેરાપીના 130 દર્દીઓ, બ્લડ સુગરના 80 દર્દીઓ, બીપી ચેકઅપના 90 દર્દીઓ, 30 દર્દીઓને દાંતની સારવાર અને 80 દર્દીઓને આંખની તપાસ કરી આપવામાં આવેલ હતી અને કેમ્પમાં ડો. હસ્તલેખા મહેતા (હસ્તી બેન) ની સાથે ડો. મીરાબેન, મનસુખભાઈ, ભરતભાઈ વ્યાસ, ડો. સુરેશભાઈ કાલરીયા દ્વારા સેવા આપવામાં આવી હતી અને કેમ્પને સફળ બનાવવા માટે કંસારા સમાજના કેતનભાઇ કંસારા, કુમારી ભારતીબેન કાગડા અને તેની સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ હતી તેમજ કેમ્પના સહાયક તરીકે બિંદુબેન દવે, જસંતીબેન ચાવડા, જયસુખભાઈ પટેલ, જીગ્નેશભાઈ કોઠારી, જીગરભાઈ ભટ્ટ, કુમારી ફેની, અને કુમારી ઈશા કંસારાએ સેવા આપી હતી.




Latest News