મોરબીમાં પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવા કોર્ટે કરેલા આદેશની અવગણના કરનારા પતિને ૧,૭૪૦ દિવસ જેલની સજા
SHARE
મોરબીમાં પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવા કોર્ટે કરેલા આદેશની અવગણના કરનારા પતિને ૧,૭૪૦ દિવસ જેલની સજા
મોરબીમાં રહેતી પરિણીતાએ ભરણપોષણ માટે કોર્ટમાં કેસ કર્યો હતો તેના હુકમ મુજબ તે મહિલાને ભરણપોષણ આપવામાં આવતું ન હતું જેથી કરીને રકમ ન ચૂકવતા પતીની સામે કોર્ટમાં મહિલાએ જુદીજુદી ત્રણ અરજી કરી હતી જેમાં કોર્ટે ૧,૭૪૦ દિવસ જેલ ભોગવવાનો હુકમ મોરબીની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબીમા રહેતા ધર્મીષ્ઠાબેન તે દેવેન્દ્રભાઈ શામજીભાઇ બારૈયાના ધર્મપત્ની દ્વારા ટંકારામાં રહેતા તેના પતી દેવેન્દ્રભાઈ શામજીભાઇ બારૈયા પર ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલ હતી. તે કેસ મોરબીના મહેરબાન જ્યુડી. મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે વળતર પેટે ભરણપોષણ ચૂકવવા આદેશ કરેલ હતો. જો કે, પતી દેવેન્દ્રભાઈ દ્વારા કોર્ટના હુકમ મુજબની રકમ ચૂકવવામાં કસૂર કરતાં પત્ની ધર્મીષ્ઠાબેન દ્વારા ભરણપોષણની રિકવરી માટે અરજી દાખલ કરેલ હતી જે અરજીના અનુસંધાને કોર્ટ દ્વારા પતી દેવેન્દ્રભાઈને પ્રથમ અરજીના આધારે કુલ ૩૩૦ દિવસ જેલમાં રહેવાની સજા ફાર્મવવામાં આવેલ ત્યાર બાદ બીજી અરજીના કામે દેવેન્દ્રભાઈને કુલ ૧૭૪૦ દિવસ જેલમાં રહેવાની સજા ફાર્મવવામાં આવેલ અને ત્રીજી અરજીના આધારે દેવેન્દ્રભાઈને કુલ ૩૩૦ દિવસ જેલમાં રહેવાની સજા ફાર્મવવામાં આવેલ સાથે સજા દરમ્યાન આરોપી દેવેન્દ્રભાઈને જેલમાં રહી કામ કરવું પડશે તથા તે કામ કરી મેળવેલ વેતન બાકી લેણા પેટે જમા કરવાનો આદેશ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે મોરબીની જ્યુડી. મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં મોરબી જીલ્લાના એડ્ડ્વોકેટ નરેન્દ્રસિહ ઝાલા તથા યુવા એડવોકેટ મયંક બી. કાસુન્દ્રા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી જેથી એડવોકેટની દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે.