ડ્રગ્સ ફ્રી કેમ્પસ: મોરબી NAUI દ્વારા OMVVIM કોલેજએમએ કાર્યક્રમ યોજાયો
નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ
SHARE
નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે યોજાયેલા 60 માં પદવીદાન સમારોહમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સાયન્સ વિભાગની બીએસસી માઈક્રોલોજીની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16 ટકા સાથે યુનિવર્સિટી ફર્સ્ટ તથા બીએસસી ફર્સ્ટ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “મારા સપનાનું મોરબી” વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દેત્રોજા શ્લોકનું સન્માન કરવામાં આવ્યું હતું નવયુગ બીબીએ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા ફૂડ ફેસ્ટિવલ કરવામાં આવેલ હતો જેમાં ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા THE BITE CLUB ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બીબીએ કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી અને આ ફૂડ કાર્નિવલનું આયોજન કરી વ્યવસાયિક માર્ગદર્શન મેળવ્યું હતું નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર તથા સંવેદનશીલ નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે. આ તમામ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.