મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં બેઠેલા વેપારીના ખિસ્સામાંથી થૂક્વાના બહાને રોકડા 42 હજારની ચોરી


SHARE











વાંકાનેરમાં રિક્ષામાં બેઠેલા વેપારીના ખિસ્સામાંથી થૂક્વાના બહાને રોકડા 42 હજારની ચોરી

વાંકાનેરમાં દાણાપીઠ ચોકથી લક્ષ્મીપરાના મોર્ડન સ્ટોર સુધી અજાણી રિક્ષામાં આધેડ વેપારી બેઠેલ હતા ત્યારે થૂક્વાના બહાને પહેલાથી જ રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલા ત્રણ શખ્સો પૈકીનાં કોઈએ વેપારીના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 42,000 ની ચોરી કરી હતી જેથી હાલમાં અજાણ્યા શખ્સોની સામે વેપારીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ વાંકાનેરના પ્રતાપ ચોક પાસે બ્રાહ્મણ શેરીમાં રહેતા અને હાલમાં રાજકોટ ખાતે રૈયાધાર પાસે આલપા ગ્રીન સિટીની પાછળ જલારામ ચોક ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોબનપુત્રા (55)એ અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાની દુકાને સોપારી અને તમાકુના વેપારના રોકડા રૂપિયા 42,000 લઈને વાંકાનેર દાણાપીઠ લક્ષ્મીપરા પાસેથી અજાણી રીક્ષામાં બેઠા હતા અને ત્યારે તે રિક્ષામાં અગાઉથી ત્રણ શખ્સો પેસેન્જરની જેમ બેઠેલ હતા અને ચાલુ રિક્ષાએ થૂકવાના બહાને ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપિયા 42,000 ની ચોરી કરવામાં આવી છે જેથી કરીને વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News