વાંકાનેરમાં રિક્ષામાં બેઠેલા વેપારીના ખિસ્સામાંથી થૂક્વાના બહાને રોકડા 42 હજારની ચોરી
મોરબીના પીલુડી ગામે માવતરના ઘરે રહેતી મહિલાએ દીકરીને જન્મ આપતા પતિ સહિત સાસરિયાનો ત્રાસ
SHARE
મોરબીના પીલુડી ગામે માવતરના ઘરે રહેતી મહિલાએ દીકરીને જન્મ આપતા પતિ સહિત સાસરિયાનો ત્રાસ
મોરબીના પીલુડી (વાઘપર) ગામે હાલમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો જેથી પતિ સહિતના સાસરિયાઓ દ્વારા તેને મેણાં ટોણાં મારવામાં આવતા હતા તેમજ ઘરકામ બાબતે અને કરિયાવર ઓછી લાવી છો તેવું કહીને તેની સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવેલ છે.
મૂળ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ જાસોલીયા સોસાયટીમાં રહેતા અને હાલ મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામે રહેતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા (26)એ હાલમાં તેના પતિ અભયરાજસિંહ અનોપસિંહ ચુડાસમા, સાસુ ભારતીબા અનોપસિંહ ચુડાસમા, સસરા અનોપસિંહ મહિપતસિંહ ચુડાસમા અને દિયર હર્ષરાજસિંહ અનોપસિંહ ચુડાસમા રહે. બધા જાસોલીયા સોસાયટી નવાગામ ઘેડ જામનગર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકામ બાબતે તથા કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને તેની સાથે માથાકૂટ કરવામાં આવતી હતી અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા તેમજ ફરિયાદીએ દીકરીને જન્મ આપતા તે બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા હતા જેથી કરીને પરણિતએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે