મોરબીના પીલુડી ગામે માવતરના ઘરે રહેતી મહિલાએ દીકરીને જન્મ આપતા પતિ સહિત સાસરિયાનો ત્રાસ
મોરબીમાંથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: કાલિકા પ્લોટમાં વરલીના આંકડા લેતા બે પકડાયા
SHARE
મોરબીમાંથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: કાલિકા પ્લોટમાં વરલીના આંકડા લેતા બે પકડાયા
મોરબીના ઇન્દિરાનગર પાસે ખોડીયાર માતાના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 ની કિંમતની ફીરકી કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીમાં ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતની ફીરકી કબ્જે કરી હતી અને આરોપી નટવરભાઈ ભુપતભાઈ રાતૈયા (20) રહે. ઇન્દીરાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વરલીના આંકડા લેતા બે પકડાયા
મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ નજીક ભવાની સોડા વાળી શેરીમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નવઘણભાઈ મોહનભાઈ સોલંકી (20) રહે. કાલિકા પ્લોટ ભવાની સોડા વાળી શેરી રવાપર રોડ મોરબી તથા મકબુલભાઈ નિજામભાઈ ચાનીયા (28) રહે. કાલિકા પ્લોટ શિવ સોસાયટી મોરબી વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 310 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે