વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી 4.829 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
મોરબીના સર્કિટ હાઉસ સામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 22,800 ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના સર્કિટ હાઉસ સામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 22,800 ની રોકડ સાથે પકડાયા
મોરબીના સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરના ઢાળિયા પાસે જુગારની રેડ હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 22,800 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી છે.
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં વિદ્યુતનગરના ઢાળીયા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રમેશભાઈ દેવજીભાઈ ભોયા (47), હરેશભાઈ ગિરિજાશંકર ત્રિવેદી (60), મહેશભાઈ કાળુભાઈ શેખાણી (46), લખમણભાઇ સબુભાઈ ખાટ (55) અને દિનેશભાઈ મોહનભાઈ ઝીંઝવાડિયા (53) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 22,800 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી થી ઘુટુ તરફ જવાના રસ્તા ઉપર પાટીદાર સ્ટીલની સામેના ભાગમાં જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સતીશકુમાર વિનોદરાય મહેતા (39) રહે. હરિઓમ પાર્ક સોસાયટી ઘુટુ ગામ મોરબી વાળો મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો થયો છે.