મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી 4.829 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
SHARE
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી 4.829 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
વાંકાનેર મોરબી રોડ ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ફર્સ્ટ લાઇક હોટલ નજીક એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ મળી આવેલ હતો જેથી પોલીસે 4.829 કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે તેની ધરપકડ કરી હતી અને એનડીપીએસની કલમ હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એન.આર.મકવાણાની સૂચના મુજબ સ્ટાફ કરી રહ્યો છે તેવામાં એસઓજી સ્ટાફને બાતમી મળેલ હતી કે, વાંકનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે ગ્રે કલરનુ કાળી બાયનુ જૅકેટ તથા જીન્સનુ પેન્ટ પહેરેલ શખ્સ પાસે નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો છે જેથી કરીને તાત્કાલિક પોલીસ ત્યાં પહોચી હતી અને વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ફર્સ્ટ લાઇક હોટલ સામે ગાંજાના જથ્થાનું વેંચાણ કરવાની પેરવી કરી રહેલા શખ્સને પોલીસે ઝડપી લીધેલ હતી અને તેને ચેક કરતાં તેની પાસેથી 4 કિલો 892 ગ્રામ ગાંજો મળી આવેલ હતી જેથી પોલીસે 2,41,450 ની કિંમતનો ગાંજો તેમજ એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,46,450 નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આરોપી રમન રાજેશ સાહ રમન રાજેશ સાહ ઉ.વ.૨૬, (26) રહે. હાલ કારખાનાની મજુરોની ઓરડીમાં, રાતાવીરડા, તાલુકો વાંકાનેર મુળ રહે. ઝારખંડ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.