હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા વોકિંગમાં નીકળેલા આધેડનું મોત


SHARE









ટંકારાના નસીતપર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા વોકિંગમાં નીકળેલા આધેડનું મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આધેડ વોકિંગ માટે નીકળ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને શરીરે અને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના આધેડના ભાઈએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા પ્રભુભાઈ નારણભાઈ અંદોદરીયા (64)એ હાલમાં ટ્રક નંબર જીજે 3 બી 7885 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, નસીતપરથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તેઓના નાના ભાઈ પ્રાણજીવનભાઈ નારણભાઈ અંદોદરીયા (52) વોકિંગ માટે થઈને નીકળ્યા હતા અને ત્યારે નાલા પાસે ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને શરીરે અને જમણા પગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News