મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી રિક્ષામાં પાડાને કુરતાપૂર્વક લઈ જતા દંપતિ ઝડપાયુ
મોરબીની મેડિકલ કોલેજમાં હાજર થવા માટે આવેલ ખાનગી સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરનો ઓર્ડર ન સ્વીકારતા ફીનાઇલ ગટગટાવ્યું
SHARE
મોરબીની મેડિકલ કોલેજમાં હાજર થવા માટે આવેલ ખાનગી સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરનો ઓર્ડર ન સ્વીકારતા ફીનાઇલ ગટગટાવ્યું
મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં આંબેડકર સર્કલ ચોક પાસે રહેતા યુવાનને મોરબીની મેડિકલ કોલેજમાં ખાનગી સિક્યુરિટી કંપનીમાંથી સિક્યુરિટી સુપરવાઇઝરની નોકરી મળી હતી અને તે ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મેડિકલ કોલેજ ખાતે હાજર થવા માટે થઈને આવ્યો હતો ત્યારે ત્યાં તેનો ઓર્ડર સ્વીકારવામાં આવ્યો ન હતો અને હાજર કરવામાં આવ્યો ન હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં ફીનાઇલની અડધી બોટલ ગટગટાવી લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની ભોગ બનેલ યુવાને જ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં આવેલ આંબેડકર સર્કલ ચોક ખાડા વિસ્તાર રેલવે સ્ટેશનની પાછળ કબીર આશ્રમ પાસે રહેતા વિનોદભાઈ કિશોરભાઈ પંચોલી (22) એ મોરબીમાં આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં ફિનાઇલ ની અડધી બોટલ પી લીધી હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવની પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે વિનોદભાઈ પંચોલી ને સિક્યુરિટી કંપની જી.ડી. અજમેરામાંથી મોરબીની મેડિકલ કોલેજ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝરની નોકરી મળેલ હતી જેથી તે ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મેડિકલ કોલેજ ખાતે હાજર થવા માટે થઈને ઓર્ડર લઈને ગયો હતો ત્યારે ડીન ડો. સંજયભાઈ વિકાણી અને ડોક્ટર હિરનભાઈ સાંઘાણી દ્વારા ઓર્ડર સ્વીકારવામાં આવેલ ન હતો અને તેને હાજર કરવામાં આવેલ ન હતો. જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે કોલેજની બહાર જઈને ફીનાઇલની બોટલ લઈ આવીને કોલેજના ગ્રાઉન્ડમાં ફિનાઇલની અડધી બોટલ પી લીધી હતી. જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઈ સી.એસ.સોંદરવા ચલાવી રહ્યા છે.