હળવદના માનસર ગામ નજીક જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી ગુમ
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી રિક્ષામાં પાડાને કુરતાપૂર્વક લઈ જતા દંપતિ ઝડપાયુ
SHARE
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી રિક્ષામાં પાડાને કુરતાપૂર્વક લઈ જતા દંપતિ ઝડપાયુ
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકીને ચેક કરતા તેમાં કુરતાપૂર્વક પાડાને બાંધીને લઈ જતા હતા તેવું સામે આવ્યું હતું જો કે, તે અંગેના કોઈ આધાર પુરાવા ન હતા જેથી તે રિક્ષામાં બેઠેલ દંપતિને પકડવામાં આવ્યુ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમા આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા હિતરાજસિંહ હરુભા પરમાર (25) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સતારભાઈ ઉર્ફે સતિષભાઈ ભોપાભાઈ સલાટ (40) અને સોનલબેન સતારભાઈ સલાટ (35) રહે બંને માથક વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ પટેલ પાન નજરથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 8911 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તે રિક્ષામાં કૃરતા પૂર્વક એક પાડાને બાંધીને લઈ જતા હતા જોકે તેમાં ઘાસચારાની કોઈ વ્યવસ્થા ન હતી અને પાડાની હેરાફેરી માટેના જરૂરી કોઈ આધાર પુરાવા ન હતા જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં દંપતી સામે ગુનો નોંધીને બંનેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઈજા
મોરબી નજીકના મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચાવડા (52) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ઇજા
મોરબીના ઘુટુ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા પરેચા ભુરાભાઈ ત્રિભોવનભાઈ (65) નામના વૃદ્ધને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે