મોરબીના ચકચાકી કોલસા ચોરી પ્રકરણના મુખ્ય આરોપી નીકુંજ રાજપરાનો જામીન ઉપર છુટકારો
મોરબી આર્યાવર્ત સંકુલ ખાતે ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સેમીનાર યોજાયો
SHARE
મોરબી આર્યાવર્ત સંકુલ ખાતે ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સેમીનાર યોજાયો
આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિધાલય મોરબી દ્વારા ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સ્માર્ટબોર્ડ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ મેળવ્યો હતો.જેમાં વિધાર્થીને ન્યાય પદ્ધતિ અને સાયબર સિક્યુરિટી અંગે બનતા ફ્રોડથી જાગૃત કરવામાં આવ્યા હતા અને વિધાર્થી ગુનાહીત પ્રવૃતિથી દૂર રહે તે માટેનો સ્પષ્ટ હેતુ શાળા પરિવાર દ્વારા દર્શાવવામાં આવ્યો હતો.આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલ વિડજાએ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય વિશાલ એમ.વિડજા દ્રારા તે અંગે વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.