મોરબીના ચકચાકી કોલસા ચોરી પ્રકરણના મુખ્ય આરોપી નીકુંજ રાજપરાનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીના ચકચાકી કોલસા ચોરી પ્રકરણના મુખ્ય આરોપી નીકુંજ રાજપરાનો જામીન ઉપર છુટકારો
મોરબીમાં થોડા સમય પહેલા પોલીસે રેડ કરી હતી અને તેમાં ચકચારી કોલસા કૌંભાડ પકડાયું હતું.જેમાં સંડોવૈયેલાઓને પકડવામાં આવ્યા હતા.જેમાં મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરીને બાદ જેલ હવાલે કરાયો હતો.તે કેસમાં હાલ તે આરોપીનો જામીન ઉપર છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
બનાવની ટુંકમાં હકીકત એવી છે કે તા.૨૧-૧-૨૫ ના મોરબી એલસીબીએ જુના સાદુળકા જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની સામે એ.બી.સી. મીનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેડ કરીને વાહનો તથા કોલસા વિગેરે મળી રૂા.૧,૦૯,૫૫,૦૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ચાર ઈસમોની અટક કરી હતી.અને કુલ નવ ઈસમો સામે કોલસા ચોરીની ફરીયાદ આપેલ અને આ કેસમાં પોલીસે નીકુંજભાઈ ભુપતભાઈ રાજપરાની અટકાયત કરીને નામ.કોર્ટમાં રજુ કરતા નામ.કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો હતો.બાદમાં આરોપી નિકુંજ રાજપરાએ મોરબીના સીનીયર એડવોકેટ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાઝ એ.પરમાર મારફત રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી પ્રીન્સી.ડીસ્ટ્રીકટ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં કરતા આરોપીના વકીલ મનિષ પી.ઓઝાની ધારદાર દલીલ તથા નામ. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ધ્યાને લઈ શરતોને આધીન રૂા. ૨૫,૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.