મોરબી આર્યાવર્ત સંકુલ ખાતે ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સેમીનાર યોજાયો
વાંકાનેરના ગુંદાખડા ગામે ચેકિંગ માટે ગયેલ ટિમ સાથે ગ્રામજનોની માથાકૂટ: 33 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ, 5 લાખથી વધુનો દંડ ફટકાર્યો
SHARE
વાંકાનેરના ગુંદાખડા ગામે ચેકિંગ માટે ગયેલ ટિમ સાથે ગ્રામજનોની માથાકૂટ: 33 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ, 5 લાખથી વધુનો દંડ ફટકાર્યો
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય અને સિટી વિસ્તારમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવનું વીજ કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જુદા જુદા સ્થળ ઉપરથી વીજ ચોરી પકડવામાં આવેલ છે જેમાં ગુંદાખડા અને નાળિયેરી ગામેથી 33 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ છે જેથી કરીને અંદાજે પાંચ લાખનો દંડ ફટકાર્યો છે અને આજે પણ ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે જેથી દંડની રકમમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે તેવામાં ગુંદાખડા ગામે ચેકિંગ સમયે ગામના લોકોએ વીજ કંપનીના અધિકારીઓની સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી.
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વીજ કંપનીની કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે બે દિવસ પહેલા મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી ચોકડી પાસે તથા ગુંગણ, કૃષ્ણનગર અને પીલુડી ગામે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં અંદાજે 16 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી તેવામાં છેલ્લા બે દિવસથી વાંકાનેર ગ્રામ્ય પેટા-1, વાંકાનેર સીટી વિસ્તારમાં ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે દરમિયાન કેટલાક વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વીજ કંપનીની ચેકિંગ માટેની ટીમો વાંકાનેર નજીકના ગુંદાખડા ગામે પહોંચી હતી ત્યારે ગામના લોકો દ્વારા વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ સાથે બોલાચારી કરી માથાકૂટ કરવામાં આવી હતી તેમ છતાં પણ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ચેકિંગની કામગીરી પોલીસના બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી જોકે, ગુંદાખડા અને નાળિયેરી ગામેથી એક બે નહીં પરંતુ 33 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી જેથી જુદાજુદા આસામીઓને અંદાજે પાંચ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે અને આજે પણ ચેકિંગની કામગીરી ચાલુ હોય સાંજ સુધીમાં વીજ ચોરીની રકમનો આંકડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે