મોરબીમાં નિર્મલ સ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાં અજાણ્ય શખ્સ દ્વારા કરવામાં આવી તોડફોડ ગુનેગારોનો આશરો એટલે મોરબી ? : મધ્યપ્રદેશથી યુવતીનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે મળી આવ્યો મોરબી નજીક રીક્ષા અને કારને હડફેટે લેનાર 112 જનરક્ષક પોલીસ વાનના ચાલક સામે ગુનો નોંધાયો: રીક્ષા ચાલક સહિત છ જેટલા લોકોને ઈજા થતા સારવારમાં મોરબીના ગાળા ગામે સગાઇ તુટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત: ટંકારાના કલ્યાણપર ગામે ઘરમાં બનાવેલ એક ઢાળીયામાં ફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત વાંકાનેર નજીક વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત વાંકાનેરના વઘાસીયા પાસે મજૂરીના બાકી રૂપિયા લેવા માટે કોન્ટ્રાકટર અને તેના માણસોએ સિરામિક કારખાનામાં કરી તોડફોડ: મશીનરીમાં 75 લાખનું નુકશાન હળવદના ચરાડવા નજીક કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસે થાંભલા સાથે અથડાઇ દંપતી ખંડિત: વાંકાનેરના સરતાનપર રોડે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા નીચે પડેલ મહિલા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જતાં મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીપી શાખા દ્વારા શાળામ હોસ્પિટલ્સ, હોટેલ્સ વિગેરે સ્થળે સુરક્ષા અને ફાયરના સાધનોની ચકાસણી હાથ ધરાઇ


SHARE













મોરબી મહાપાલિકાની ટીપી શાખા દ્વારા શાળામ હોસ્પિટલ્સ, હોટેલ્સ વિગેરે સ્થળે સુરક્ષા અને ફાયરના સાધનોની ચકાસણી હાથ ધરાઇ

રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા, આરોગ્ય તથા નગર આયોજન સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત કરાયેલ નિયમો તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (S.O.P) અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોરબી શહેર વિસ્તારમાં આવેલી વિવિધ જાહેર તથા વ્યાવસાયિક સંસ્થાઓની નિયમિત તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને 145 શાળાઓ તથા 131 હોસ્પિટલ્સની તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને જુદીજુદી જગ્યાએ પણ તપાસ કરવામાં આવશે.

આ તપાસ અભિયાન માટે શહેરને અલગ-અલગ ક્લસ્ટરમાં વિભાજિત કરી આયોજનબદ્ધ રીતે સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજ્ય સરકારના નિયમો અનુસાર બાંધકામની માન્યતા, ઉપયોગની પરવાનગી, અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓ, ઇમરજન્સી એક્ઝિટ, જાહેર સલામતી તથા જરૂરી મંજૂરીઓ અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત કુલ 145 શાળાઓ તથા 131 હોસ્પિટલ્સની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, ઈમરજન્સી વ્યવસ્થાઓ તથા માળખાકીય સલામતી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જ્યારે હોસ્પિટલ્સમાં દર્દીઓ તથા સ્ટાફની સલામતી, ફાયર આ ઉપરાંત શહેરમાં આવેલી 33 હોટેલ્સ, 2 મલ્ટિપ્લેક્સ, તેમજ 44 સમાજ વાડીઓ પૈકી  25 સમાજ વાડીઓની તપાસ કરવામાં આવી હતી. અને સુરક્ષા તેમજ અગ્નિ નિવારણ વ્યવસ્થાઓનું વિશેષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તેમજ ઔદ્યોગિક સુરક્ષા અને નગર આયોજનની દૃષ્ટિએ 33 ઉદ્યોગ એકમો તથા 151 કમર્શિયલ કોમ્પ્લેક્સની પણ હવે વિગતવાર તપાસ કરવામાં આવશે . અહીં બાંધકામની માન્યતા, ઇલેક્ટ્રિકલ તથા ફાયર સેફ્ટી અને ઉપયોગ સંબંધિત નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન જ્યાં રાજ્ય સરકારના નિયમો તથા SOP મુજબ ખામીઓ જોવા મળી હતી ત્યાં સંબંધિત સંચાલકોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોની સુરક્ષા તથા નિયમિત નગર વિકાસ સુનિશ્ચિત કરવા માટે આવી તપાસ કામગીરી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

ફાયર સ્ટેશનનું નવું સરનામું

મોરબી મહાનગરપાલીકા હસ્તક આવેલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સુધારા શેરી, સરદાર રોડ ખાતે આવેલ હતી. જ્યાં નવા ફાયર સ્ટેશનનું બાંધકામ ચાલુ કરેલ હોવાથી હંગામી ધોરણે કેસરબાગ એલ.ઈ. કોલેજ રોડ ખાતે શિફ્ટ કરેલ છે. આથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને લગતી તમામ સુવિધા માટે કેસરબાગ એલ.ઈ. કોલેજ રોડ ખાતે સપર્ક કરવાનો રેહશે.






Latest News