મોરબીના વીસીપરા વિસ્તારમાં નવી પાણી પુરવઠા યોજનાનું કામ ચાલુ કરાયું
SHARE
મોરબીના વીસીપરા વિસ્તારમાં નવી પાણી પુરવઠા યોજનાનું કામ ચાલુ કરાયું
મોરબી મહાનગરપાલિકા હદમાં વિશીપરા વિસ્તારમાં પીવાના પાણીની અનિયમિતતા તેમજ દુષિત પાણીની ફરિયાદ બહોળા પ્રમાણમાં આવતી હતી અને આ પીવાના પાણીની લાઈન જૂની જજરિત હાલતમાં હોય તેવું જાણવા મળેલ હતું. જે અંગે મોરબી મહાનગર પાલિકા દ્વારા લગત વિસ્તારનો વિગતવાર સર્વે કરાવીને તેના પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકારમાંથી ૯.૩૬ કરોડની સૈધાંતિક મંજુરી મળેલ હતી.
મોરબીના વિશીપરામાં વિસ્તારમાં વસ્તી વધારાના કારણે પાછળના વિસ્તારોમાં પાણી પહોંચાળવામાં જરૂરિયાત કરતા વધારે કલાકો નો સમયલાગતો, કેટલીક જગ્યાએ પૂરતા પ્રેસર થી પાણી ન મળતું અને રહેવાસીઓને નિયમિત રીતે પાણી ન મળે તેવી અનેક ફરિયાદો પ્રાપ્ત થતી હતી. આ પરિસ્થિતિને સુધારવા તથા વિસ્તારમાં પાણી પુરવઠાની કાર્યક્ષમતા વધારવા આ મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ રહી છે. અને સમગ્ર વિશીપરા વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે અને સમાન પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, જૂના DI/ PVC પાઇપલાઇન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવું જુદી જુદી વ્યાસની DI પાઇપલાઈનનું નેટવર્ક નાખવામાં આવશે. જેથી 4103 મકાનોમાં હાલમાં કનેક્શન છે ત્યાં પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.









