વાકાનેરના લાલપર ગામે યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું
હળવદના નવા દેવળીયા ગામ નજીક કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત
SHARE
હળવદના નવા દેવળીયા ગામ નજીક કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામ નજીક હાઇવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા યુવાનને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે કોળી પ્લોટમાં રહેતા મેહુલભાઈ દેવશીભાઈ વડેચા (32)એ હાલમાં કાર નંબર જીજે 1 એચઆર 1882 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે નવા દેવળીયા ગામની સીમમાં હાઇવે રોડ ઉપર સીએનજીના પંપ પાસેથી તેઓના પિતા વડેચા દેવશીભાઈ મોહનભાઈ (46) રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન આરોપીએ તેઓને કારથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતક યુવાન બીજાના ખેતરેથી પાછા આવતા સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેનું મોત નીપજયું છે.
દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તથા 40 લિટર દેશી દારૂ આમ કુલ મળીને 13,000 ની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે આરોપી ફરદીનભાઇ સીદીકભાઇ મોવર (23) રહે કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી અને હનીફભાઈ હાસમભાઇ જેડા (22) રહે નવાગામ તાલુકો ધરપકડ કરી હતી અને તે બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોબાઈલ ચોરી
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સુકુન પ્લસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પવનકુમાર ગુર્જર નામના યુવાને ઓનલાઈન મોબાઈલ ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે કારખાનાના લેબર કવાર્ટરમાં તેની સાથે રહેતો તેના ભાઈ રાજકુમારનો વીવો કંપનીનો મોબાઇલ લેબર કવાર્ટરમાં રાખ્યો હતો જે મોબાઈલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે #morbi