હળવદમાં ઘરેથી પૈસા ન આપવામાં આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
વાકાનેરના લાલપર ગામે યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું
SHARE
વાકાનેરના લાલપર ગામે યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું
વાકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લાલપર ખાતે રહેતા સદ્દામભાઈ અલ્લારખાભાઈ દલવાણી (34) એ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે
વૃદ્ધ સારવારમાં
મોરબીના કેનાલ રોડ પર આવેલ એવન્યુ પાર્કમાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 601 માં રહેતા ઠાકરશીભાઈ ભાવજીભાઈ અજાણી (62) નામના વૃદ્ધ બોરીયાપાટીના નાકા પાસેથી ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા સ્કૂટર ચાલકે તેઓને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બાઇક સ્લીપ
મોરબી રોડ ઉપર કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં આવેલ ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઈ પ્રભુદાસ વડેરા (58) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. #morbi