મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે જીપીસીબી સહિતના પ્રશ્નો લટક્તા રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું ગુજરાત સરકાર બંધ કરી દે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થશે: ગોપાલભાઈ ઇટાલીયા વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી  સાથે એક પકડાયો ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ડિવાઈડરની કટમાં કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE













વાંકાનેર બાઉન્ડ્રી પાસે ડિવાઈડરની કટમાં કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ચોટીલાથી રાજકોટ તરફ જવાના રસ્તા ઉપર હોટલ સામેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કારના ચાલકે ડિવાઈડરની કટ પાસે તે બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ચલાવી રહેલ વૃદ્ધ સહિત બે વ્યક્તિઓને ફેકચર જેવી ઈજાઓ થઈ હતી જેથી તે બંને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ઇજા પામેલા વૃદ્ધે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રાજકોટના નવાગામ બામણબોર ખાતે રહેતા વશરામભાઈ રણછોડભાઈ બાવળીયા (62)એ હાલમાં કાર નંબર જીજે 1 ડબલ્યુએસ 6220 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ચોટીલાથી રાજકોટ તરફ જવાના રસ્તા ઉપર સુગર સ્પાઇસ હોટલની સામે ડિવાઈડરની કટમાંથી તેઓ પોતાનું બાઈક પસાર કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન તેના બાઇક નંબર જીજે 36 સી 8195 ને કાર ચાલકે હડફેટે લેતા ફરિયાદી તથા પંકજભાઈને શરીરે મુંઢ ઇજાઓ અને ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી ચોટીલા ખાતે ખેતરમાં દવા છાંટવાનો જે પંપ હોય તેને રીપેર કરાવવા માટે થઈને બાઈક ઉપર જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતમાં બનાવ બન્યો છે જેમાં બે વ્યક્તિને ઇજા થતા સારવારમાં ખસેડાયેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લીલાપર ગામે રહેતા બાર કાળુભાઈ વિરમભાઈ (28) નામનો યુવાન બાઇક લઈને મોરબીના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે #morbi #wkr






Latest News