મોરબીની પીપળીયા ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માત, યુવાનનું રાજકોટ ખાતે મોત
SHARE
મોરબીની પીપળીયા ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માત, યુવાનનું રાજકોટ ખાતે મોત
મોરબીના પીપળીયા ચાર રસ્તે ઇકો કાર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇકો કારના ચાલક ૩૦ વર્ષીય રફીકભાઈ જંગીયાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, રફિકભાઈ દાઉદભાઈ જંગીયા (ઉંમર વર્ષ ૩૦, રહે. નવા નવલખી, તા.માળીયા મિયાણા, જિ.મોરબી) તા.૮-૧ ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ પોતે પીપળીયા ચાર રસ્તા પાસે ઈકો ગાડી ચલાવીને જતા હતા.ત્યારે ટ્રક સાથે અકસ્માત થતા માથામાં ઈજા થઈ હતી.તેમને તત્કાલ પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પીટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ઈમરજન્સીમાં દાખલ કરેલ હતા.અહીં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.માળીયા મિંયાણા પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવીને મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો.મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, રફિકભાઈ ઇકો કાર ચલાવીને પરિવારનું ગુજરાન કરતા હતા. તેઓ ઇકો લઈ ફેરો કરવા ગયા હતા.પેસેન્જર ઉતારી પરત ઘરે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.રફીકભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા હતા.તેમને સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા છે.છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાયો હતો. #morbi