મોરબીની પીપળીયા ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માત, યુવાનનું રાજકોટ ખાતે મોત
મોરબીના પંચાસર રોડ ઉપર સાસુ-વહુ વચ્ચે મારામારી થતા બંને સારવારમાં
SHARE
મોરબીના પંચાસર રોડ ઉપર સાસુ-વહુ વચ્ચે મારામારી થતા બંને સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર સાસુ-વહુ અને નણંદની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં બે મહીલાઓને ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષાબેન કમલેશભાઈ બોપલીયા (37) અને હેમીબેન ધરમશીભાઈ મનીપરા (65) રહે. બંને પંચાસર રોડને ઈજાઓ થતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે બનાવની નોંધ કરી તપાસ કરી હતી.
જયારે કચ્છના કટારીયા ખાતે રહેતી ફાતીમાબેન ઈસ્માઈલભાઈ ભટ્ટી (56)ને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા. તેમજ હળવદમાં અજાણ્યા વાહન હડફેટે ઈજા થતા પ્રેમીલાબેન વાઘજીભાઈ ખાંભડીયા (45) રહે. સૂર્યનગર હળવદને સારવારમાં ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
રાજસ્થાનના પોખરણગઢ ખાતે ક્રુઝર હડફેટે ઈજા થતા અરવિંદ રત્નાભાઈ દૂધરેજીયા (33)ને જયારે હળવદના મયુરનગર ગામે છત ઉપરથી નીચે પડી જતા કરણ વિક્રમભાઈ અઘારીયા (64)ને રવાપર રોડ ચકીયા હનુમાન મંદિરની પાસે પગપાળા જઈ રહેલા રસીલાબેન લાલજીભાઈ પરમાર (47) રહે. વાઘપરને અજાણ્યા સ્કુટીના ચાલકે હડફેટે લેતા અને કચ્છ ગાંધીધામની જય અંબે સોસાયટીમાં રહેતો મયુર પ્રભુભાઈ સતવારા (48) નામનો યુવાન ગાંધીધામ ખાતે બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા તમામને સારવારમાં અત્રે લવાયો હતો.
વાહન અકસ્માત
મોરબી આલાપ રોડે રહેતો આશિષ ચુનીલાલ પાડલીયા (30) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા સારવારમાં ખસેડાયો હતો. જયારે કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે બાઈક આડે કુતરૂ ઉતરતા વાહન સ્લીપ થતા મહેન્દ્રપરી જીતેન્દ્રપરી ગોસાઈ (30) રહે. ધરમપુર મોરબીને સારવાર માટે લઈ જવાયો હતો.
મોરબીના રાજપર (નાગલપર) ગામે ટુ વ્હીલર સ્લીપ થઈ જતા અબ્બાસભાઈ રહીમભાઈ માલાણી (51) રહે. માળીયા (મીં)ને સારવાર માટે મોરબી લવાયા હતા. જયારે જેતપર રોડ સિયારામ ગ્રેનાઈટો પાસે વાન સ્લીપ થતા જય રામકરણ સિંહ (31)ને અહીંની ક્રિષ્ના હોસ્પીટલે ખસડાયો હતો.
અકસ્માતે ઈજા
ઉંચી માંડલ ગામે કડીયા કામ દરમ્યાન ઉંચાઈએથી નીચે પડી જતા રાજેશ ઈમરાતભાઈ આહિરવાલ (29)ને અત્રેની સિવિલે લવાયો હતો. જયારે અત્રેના ધરમપુર ગામના પાટીયાની પાસે બાઈક અકસ્માત બનાવમાં ઈજા થતા હાર્દિક અમરશીભાઈ કાસુન્દ્રા (30) રહે. સુભાષનગર રવાપર રોડને ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો. વાંકાનેર હાઈવે શકિત ચેમ્બર પાસે બે બાઈક અથડાતા રામચંદ્ર ડાયાભાઈ પ્રજાપતિ (36) રહે. ઉનાડ જી. મહેસાણાને સારવાર માટે લઈ જવાયો હતો.
બળદ સાથે અથડાતા ઈજા
વાંકાનેરના નવા ઢુવા ગામે રહેતા નાનજીભાઈ ભાયાભાઈ ગમારા (38) નામનો યુવાન માટેલ રોડ અમરધામથી ઢુવાના રસ્તેથી જતો હતો ત્યારે બળદ સાથે અથડાતા સારવાર માટે લઈ જવાયો હતો. જયારે હળવદના રાતાભેર ગામે રહેતો સાવન શંભુભાઈ કેરવાડીયા (24) નામનો યુવાન બાઈક લઈને કામ ઉપર જતો હતો ત્યારે સહજાનંદ કંપની પાસે વાહન સ્લીપ થઈ જતા ઈજા પામતા અત્રેની શિવમ હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો.
જયારે વાંકાનેર જીઆઈડીસી પાસે મારામારીમાં ઈજા થતા જગુભાઈ ધીરૂભાઈ (25) રહે. સિહોર જી. ભાવનગરને અને ટંકારાના છતર ગામે થયેલ મારામારીમાં ઈજા થતા વાલજીભાઈ ચનાભાઈ રાઠોડ (70)ને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે