મોરબી: માળીયાના જાજાસર ગામે દેવ સોલ્ટ આયોજીત નિઃશુલ્ક તબીબી કેમ્પનો ૧૩૦ થી વધુલોકોએ લાભ લીધો
મોરબીમાં ફક્ત બહેનો અને બાલિકા માટે ચામડીના દર્દો માટે કેમ્પ, નવરંગ નેચરલ કલબ દ્વારા રવિવારે પ્રાકૃતિક મેળો
SHARE
મોરબીમાં ફક્ત બહેનો અને બાલિકા માટે ચામડીના દર્દો માટે કેમ્પ, નવરંગ નેચરલ કલબ દ્વારા રવિવારે પ્રાકૃતિક મેળો
મોરબીના ડૉ.હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા તેમના ૨૧૩ માં એક દિવસીય કેમ્પ કે જે ફક્ત બહેનો અને બાલિકા માટે ચામડીના દર્દો અને સારવાર કેમ્પનું આયોજન તરાયેલ છે.સૌજન્ય સહયોગી તરીકે સ્વ.પરાગ બળવંતભાઈ મહેતા હસ્તે પિતા બળવંતભાઈ મહેતા (મુંબઈ) દ્વારા ડો.ચાંદનીબેન લિખિયા (ગોલ્ડ મેડાલિસ્ટ ચામડીના દર્દોના નિષ્ણાત) દ્વારા ધન્વંતરી ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે તા.૧૮-૧ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ રાખવામાં આવેલ છે.કેમ્પ રજીસ્ટ્રેશન ફી ૧૦૦ રૂપિયા છે.જે દવા દ્વારા પરત મળશે.નામ નોંધવાની છેલ્લી તા.૧૨-૧ રહશે.ત્યાર પછી નામ નોંધવાનામાં નહી આવે.કેમકે દવા આપવાની હોય વ્યવસ્થાના ભાગ રૂપે આયોજન હોવાથી નામ રજીસ્ટર કરાવવા અપીલ કરાયેલ છે.નામ નોંધાવના ડૉ.હસ્તીબેન મહેતાનું દવાખાનું, ગાંધીબઝાર ગ્રીનચોક ખાતે મળવુ.તેમ ડો.બિપિનભાઈ લહેરૂએ યાદીમાં જણાવેલ છે.
નવરંગ નેચરલ કલબ દ્વારા દર મહિનાના બીજા રવિવારે રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓનો મેળો
મોરબીના શનાળા રોડ, ઉમીયા સર્કલ પાસે, સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૧-૧ ને રવિવારે સવારે ૮ થી ૧ આ મેળો યોજાશે.જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, દેશી ઓસડીયા, ચુર્ણ, આયુર્વેદિક દવાઓ, શુદ્ધ મધ, અગરબત્તી, ગુગળ, કપૂર, ગાયનું ઘી, ગોળ, ઓર્ગેનિક ખાંડ, હાથ બનાવટની તાવડી, પાટીયા, કુંડા, કપ રકાબી, બરણી, ગ્લાસ ગરમ મોજા, પાપડ, ખાખરા, કાળા- સફેદ તલનું ડ્રાયફ્રૂટ કચરીયુ, તલ અને મગફળ નું તેલ, મિક્સ કઠોળ ડીશ, મખાના ચીકી, સરગવા, આમળા, દુધી, બીટનું જ્યુસ ટેસ્ટ માટે તથા વેચાણથી મળશે.તેમ પ્રમુખ વી.ડી. બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) એને લવજીભાઈ પ્રજાપતિ (મોરબી, મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) એ યાદીમાં જણાવેલ છે. #morbi