વાંકાનેર નજીક વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
SHARE
વાંકાનેર નજીક વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
વાંકાનેર નજીક આવેલ રાતી દેવરી ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામની સીમમાં તોફિકભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ ડાવરની 16 વર્ષની દીકરી જયાબેનએ કોઈ કારણોસર ગત તા. 6/12 ના સાંજના 7:45 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે તેના વતન સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. અને સગીરાએ કયા કારણોસર ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી છે.