વાંકાનેર નજીક વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
મોરબીના ગાળા ગામે સગાઇ તુટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ અને ટંકારાના કલ્યાણપર ગામે ઘરમાં બનાવેલ એક ઢાળીયામાં વૃદ્ધે જીવન ટુંકાવ્યા
SHARE
મોરબીના ગાળા ગામે સગાઇ તુટી ગયા બાદ ગુમસુમ રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત: ટંકારાના કલ્યાણપર ગામે ઘરમાં બનાવેલ એક ઢાળીયામાં ફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત
મોરબી તાલુકાના ગાળા ગામે રહેતી યુવતીની સગાઈ થઈ ગઈ હતી અને ત્યારબાદ સગાઈ તૂટી ગયા બાદ તે યુવતી ગુમસુમ રહેતી હતી દરમિયાન તેણે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ટીંડોડિયા ની 23 વર્ષની દીકરી માધવીબેને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એન.એમ.મકવાણા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી પ્રમાણે મૃતક યુવતીની સગાઈ થઈ ગઈ હતી અને સગાઈ તૂટી ગયા બાદ તે ગુમસૂમ રહેતી હતી અને તેણે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારાના કલ્યાણપર ગામે ઘરમાં બનાવેલ એક ઢાળીયામાં ફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત
ટંકારા નજીકના કલ્યાણ પર ગામે રહેતા થોભણભાઈ મોહનભાઈ કગથરા (63) નામના વૃદ્ધે પોતાના રહેણાંક મકાનમાં બનાવેલ એક ઢાળિયામાં લોખંડના પાઇપ સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ અંગેની મૃતકના દીકરા મયુરભાઈ થોભણભાઈ કગથરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વખત પ્રમાણે મૃતક વૃધ્ધને છેલ્લા 25 વર્ષથી માનસિક સ્થિતિ સારી ન હતી અને તેઓએ પોતાના ઘરની અંદર આ અંતિમ પગલું ભરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે