ગુનેગારોનો આશરો એટલે મોરબી ? : મધ્યપ્રદેશથી યુવતીનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે મળી આવ્યો
મોરબીમાં નિર્મલ સ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાં અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી તોડફોડ
SHARE
મોરબીમાં નિર્મલ સ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાં અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી તોડફોડ
મોરબીમાં ટાઇલ્સનો વેપાર કરતાં અને નિર્મલ સ્કૂલ પાસે આવેલ કૃષ્ણ હાઇટ્સ બી બ્લોક નંબર 201 માં રહેતા પ્રશાંતભાઈ સુરેશભાઈ બોપલિયા (29)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓએ પોતાના ઘર પાસે પાર્કિંગમાં તેની ઇનોવા ગાડી નંબર જીજે 36 એપી 3399 પાર્ક કરીને મૂકી હતી જે ગાડીના રાત્રી દરમિયાન આગળ પાછળના તમામ કાચમાં તોડફોડ કરવામાં આવી હતી અને બીજા દિવસે સવારે તેઓનો બહાદુર ગાડી સાફ કરવા માટે ગયો ત્યારે કાચ તૂટેલા હોવાથી તેણે પ્રશાંતભાઈને આ અંગેની જાણ કરી હતી ત્યારબાદ પ્રશાંતભાઈએ સ્થળ ઉપર જઈને જોતા તેની ગાડીના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે નિર્મલ સ્કૂલના સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા વહેલી સવારે 4:54 ને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાડીના કાચમાં તોડફોડ કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને ગાડીમાં નુકસાન કરનાર શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેના માટે ભોગ બનેલ યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.