મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપર અસુવિધાઓ-વે બ્રિજના ચાર્જના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો-ડ્રાઇવરોએ કર્યો ચક્કાજામ: અધિકારીની લેખિત બાહેંધરીથી મામલો થાળે પડ્યો


SHARE













નવલખી પોર્ટ ઉપર અસુવિધાઓ-વે બ્રિજના ચાર્જના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો-ડ્રાઇવરોએ કર્યો ચક્કાજામ: અધિકારીની લેખિત બાહેંધરીથી મામલો થાળે પડ્યો

મોરબીના નવલખી પોર્ટ ઉપર કોઈપણ પ્રકારની સુવિધા નથી અને ત્યાં જે વેબ્રિજ આવેલો છે ત્યાં વાહનોના વજન કરવા માટે થઈને તોતિંગ ચાર્જ લેવામાં આવે છે જેના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઇવરો દ્વારા નવલખી પોર્ટમાં અને કલેક્ટર સુધી રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તેઓનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી આજે પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઇવરો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવતા કચ્છ જામનગર હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા ત્યાર બાદ પોર્ટ ઓફિસર ત્યાં દોડી આવ્યા હતા અને તે વે બ્રિજના ચાર્જમાં વધારો નહીં કરવામાં આવે તેવી ખાતરી આપી હતી તેમજ સુવિધા આપવાની લેખિતમાં બાહેંધરી આપી હતી પછી ટ્રાફિકને કાર્યરત કરવામાં આવેલ હતો.

મોરબીના નવલખી પોર્ટ ઉપર ઈન્ડોનેશિયા કોલસો શિપ મારફતે આવતો હોય છે અને ત્યારબાદ ત્યાંથી ટ્રક, ડમ્પર, ટ્રેલર સહિતના વાહનોમાં તે કોલસાને લોડ કરીને ગુજરાતના જુદા જુદા રાજ્યમાં તથા ગુજરાત બહાર મોકલવામાં આવતો હોય છે જેથી કરીને દરરોજના હજારો ટ્રકની અવરજવર નવલખી પોર્ટ ઉપર થતી હોય છે જોકે નવલખી પોર્ટ ઉપર આવતા જતા ટ્રક ચાલકો માટે કોઈપણ પ્રકારની સુવિધા નથી અને અકસ્માત જેવી ઘટના બને તો તાત્કાલિક ડ્રાઇવરોને સારવાર મળે તેવી પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં નથી, કેન્ટિંગ નથી વગેરે જેવા અનેક પ્રશ્નો છે અને તેને ઉકેલવા માટે થઈને નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા અગાઉ અનેક વખત નવલખી પોર્ટના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત કલેકટરથી લઈને મુખ્યમંત્રી સુધી નવલખી પોર્ટ ખાતે જે સમસ્યાઓ છે તે અંગેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં ટ્રક ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઇવરોના કોઈપણ પ્રકારના પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી જેથી રોષે ભરાયેલા ટ્રક ટ્રાન્સપોર્ટરોને ડ્રાઇવરો દ્વારા આજે મોરબીની પીપળીયા ચોકડી પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને લગભગ એકાદ કલાક સુધી કચ્છ જામનગર હાઇવે ચક્કાજામ રહેતા ચોકડી ઉપર ચારેય બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ટ્રાન્સપોર્ટરોના જે વ્યાજબી પ્રશ્નો છે તેને જો તાત્કાલિક ધોરણે ઉકેલવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ટ્રાન્સપોર્ટર રમેશભાઈ આહીર, અમિતભાઈ આહીર અને દિનેશભાઈ મિયાત્રા સહિતનાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

ગુજરાત ભરના તમામ પોર્ટ ઉપર આવેલા વે બ્રિજમાં સરેરાશ 150 થી 200 રૂપિયા વજન કાટો કરવાના વાહન ચાલકો પાસેથી લેવામાં આવે છે જોકે નવલખી પોર્ટ ઉપર આજની તારીખે એક ટ્રકના 350 રૂપિયા લેવામાં આવતા હતા અને તા 15 થી તેમાં 100 રૂપિયાનો વધારો કરીને 450 કરવાનં હતા જેના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેના પ્રમુખ કિશોરભાઈ ચિખાલિયા, અમુભાઈ હુંબલ, વિજયભાઈ કોટડીયા, સંદીપભાઈ કલારિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે આ પોર્ટ ઉપર દૈનિક 900થી 1000 જેટલા ટ્રકની અવરજવર છે ત્યારે ટ્રાન્સપોર્ટરોને દરરોજનું મોટું નુકસાન જાય તેમ હતું જેથી આંદોલન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પોર્ટ ઓફિસર રાકેશ મિશ્રા તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને ડ્રાઇવરોને ઘટતી પ્રાથમિક સુવિધા આપવાની લેખિતમાં બાહેંધરી આપેલ હતી તેમજ વે બ્રિજના ચાર્જમાં હાલમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી જેથી ડ્રાઈવરોએ રસ્તો ખુલ્લો કર્યો હતો અને ટ્રાફિક કાર્યરત થયો હતો.






Latest News