ગુનેગારોનો આશરો એટલે મોરબી ? : મધ્યપ્રદેશથી યુવતીનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે મળી આવ્યો
SHARE
ગુનેગારોનો આશરો એટલે મોરબી ? : મધ્યપ્રદેશથી યુવતીનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે મળી આવ્યો
મોરબીના સીરામીક ઉદ્યોગ, પેપર ઇન્ડસ્ટ્રીઝ, સનમાઈકા તેમજ અન્ય નાના-મોટા કારખાનાઓ અને ખેત મજૂરી માટે દેશના અન્ય રાજ્યોમાંથી હજારો મજૂરો મોરબી આવતા હોય છે અને જે પૈકી અનેક મજૂરો તેઓના વિસ્તારમાં ગુનાહ આચરીને અહીં મજૂરી કામ કરવા લાગે છે અને અહીં રહેતા હોય તેવુ અનેક વખત સામે આવી ચૂકી છે.
તેવો જ વધુ એક બનાવો સામે આવ્યો છે.જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતીનું અપહરણ થતા ત્યાં નોંધાયેલ અપહરણની ફરિયાદની તપાસમાં ત્યાંના એએસઆઇ અરૂણભાઈ બાતમીને આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી ખાતે તપાસ કરતા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેઓને ત્યાંથી અપહરણ થયેલ યુવતી મોરબી ખાતેથી મળી આવી હતી અને તેની સાથે આરોપી નારસિંગ ચુધીયાભાઈ મેહડા રહે.કોટગુ મધ્યપ્રદેશ વાળો પણ મળી આવતા હાલ સગીરાનો કબ્જો લઈને આરોપી નારસિંગ મેહડાને પકડીને તેને એમપી લઈ ગયેલ હોવાનું સ્થાનીક પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
હળવદના ગોપી પાર્ક વિસ્તારમાં રહેતા જશુબેન રણછોડભાઈ ચૌહાણ નામના ૫૫ વર્ષના મહિલા મોટરસાયકલમાં બેસીને હળવદ સ્વામિનારાયણ ગુરૂકુળ પાસેથી જતા હતા ત્યારે રસ્તામાં ભેંસ અચાનક આડી ઉતરતા વાહન સ્લીપ થતા તેઓને ઈજા થઈ હોય તેમને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નાની વાવડી ગામે ભૂમિ ટાવર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા કમલેશ દેવાભાઈ ડામોર નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ત્રાજપર ખાતે રહેતા ખોડાભાઈ બાબુભાઈ સુરેલા નામના ૩૫ વર્ષના યુવાનને લાલપર પાસે સફારી સેનેટરી નજીક મારામારીમાં ઈજા થયેલ હોય તેઓને પણ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મહિલા સારવારમાં
હળવદના સરંભડા ગામના લીલાબેન જગાભાઈ થરેસા નામના મહિલા પોતાના ગામથી કોઈ સગાને ત્યાં બાઈકમાં હીરાપર ગામ તરફ જતા હતા ત્યારે સરંભડા ગામના નાલા પાસે બાઇકની આડે પથ્થર આવતા તેઓ વાહનમાંથી પડી ગયા હોય જમણા પગના થાપાનું હાડકુ ભાંગી ગયું હતું જેથી શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
હળવદ ખાતે રહેતા મુકેશભાઈ રતનભાઇ ઠાકોર નામના ૪૫ વર્ષના યુવાનને હળવદના માર્કેટિંગ યાર્ડ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થયેલ હોય હળવદ ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ કચ્છ ભચાઉના સામખયારી ગામે ગામે રહેતા નીતાબેન મનજીતભાઈ રાય નામના ત્રીસ વર્ષીય મહિલા કામ કરતા હતા. દરમિયાન પડી ગયા હોય ઈજા પામતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની ભરવાડ શેરી ખાતે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા જાવેદહુસેન અબ્દુલભાઈ પીંજારા (૩૦) અને શરીફાબેન અબ્દુલભાઈ ભીંજારા (૩૦) ને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસે આ બાબતે નોંધ કરી રાબેતા મુજબ તપાસ કરી હતી.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.