મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન


SHARE













મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. જેમાં મોરબી સિરામિક એસોશિયનના પ્રમુખ અને બ્લુઝોન વિટ્રીફાઇડ ગ્રુપના ચેરમેન મનોજભાઇ એરવાડીયાએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-રાજકોટ ખાતે રાજ્ય સરકાર સાથે ૨૦૦ કરોડનુ એમઓયુ કર્યું છે.

મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સીરામીક ઉદ્યોગની તાકાત તેની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સીરામીક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સીરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. વૈશ્વિક બજારમાં ઊભી થયેલી સિરામિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે સીરામીક ઉદ્યોગે સતત અને સખત સંશોધનો પર વિશેષ ભાર મૂકવો પડશે. ઉચ્ચ કક્ષાના ગુણવત્તા નિયમન પ્રત્યે સીરામીક ઉધોગોએ આંખ આડા કાન કરવા નહીં ચાલે. વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે, ” વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત સૌરાષ્ટ્ર”ની શરૂઆત “વિકસિત મોરબી” થી કરવા માટે બધા કટિબદ્ધ બનીએ, તેઓ અનુરોધ મંત્રી ગોયલે ઉપસ્થિતોને કર્યો હતો. આ સેમિનારમાં રાજ્ય સરકાર અને મોરબીના સિરામિક ઉદ્યોગો વચ્ચે રૂપિયા ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને મોરબી સીરામીક ઉદ્યોગના અગ્રણીઓ  સહિતના લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News