મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન
મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન
SHARE
મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન
મોરબી તાલુકામાં કર્મયોગી તરીકે ફરજ બજાવતા કડવા પાટીદાર પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતાની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન રવાપર ઘુનડા રોડ પર આવેલ દ્વારકાધીશ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પાટીદાર શિક્ષક સમાજના ફાઉન્ડર સંદીપભાઈ આદ્રોજા, મનોજભાઈ પનારા, ડો.મનુભાઈ કૈલા, દિનેશભાઈ વડસોલા, સહિતના ખાસ હાજર રહ્યા હતા. આ સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12 તેમજ મેડિકલના MBBS, M.D.ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં કલાસ-2 એવા ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણણાધિકારી ધર્મેન્દ્રભાઈ જીવાણી તેમજ અન્ય બઢતી પામેલ કર્મયોગીનું મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન કર્યું હતું. આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમનુ સંચાલન શૈલેષ ઝાલરીયા, હર્ષદભાઈ મારવણીયા, રાજેશભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું હતું.









