મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ
SHARE
મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ
સંઘ કાર્યાલય “કેશવ કુંજ” મોરબી ખાતે RSS પ્રેરીત સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટ–મોરબી શાખા દ્વારા સંચાલિત વિવિધ સેવા પ્રકલ્પોમાં સ્વાવલંબન આયામ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભડિયાદ ખાતે ચાલતા “શ્રી સાવિત્રીબાઈ ફુલે સિવણ કેન્દ્ર” માં નિઃશુલ્ક પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલ 16 બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રશિક્ષણ દ્વારા બહેનોને સ્વાવલંબન તરફ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા સહ સેવા પ્રમુખ સતિષભાઈ પટેલ, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, જયેશભાઈ ચોટલીયા, લલિતભાઈ પાન્ડેજી, જેઠાલાલ કવૈયા, પ્રેમજીભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા









