મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ
SHARE
મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ
મોરબીના ધરમપુર ગામ બાજુ જવાના રસ્તા ઉપર પુલ આવેલ છે અને તે પુલ ઉપરથી બુધવારે રાતે થાર ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા તે ગાડી સીધી જ નદીમાં પડી હતી જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળી મળતી માહિતી મુજબ ધરમપુર ગામ પાસે આવેલા પુલ પરથી બુધવારે રાતે એક થાર કાર પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી ડેટા ગાડી સીધી જ નીચે નદીના પાણીમાં ખાબકી હતી. અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસની ટિમ ત્યાં દોડી આવી હતી જો કે, નદીમાં પડેલ કારમાં જે ચાર લોકો બેઠેલા હતા તે હેમખેમ બહાર નીકળી ગયા હતા અને ત્યાંથી જતાં રહ્યા હતા ત્યાર બાદ આજે ક્રેન બોલાવીને ક્રેનની મદદથી નદીમાં પડી ગયેલ થાર ગાડીને બહાર કાઢવામાં આવી હતી અને સિંગલ પટ્ટીનો રોડ હોવાના લીધે ગાડીને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે થોડી વાર માટે ત્યાં રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતિ મુજબ થાર ગાડીનું સ્ટેરિંગ લોક થઈ ગયું હોવાથી તેના ચાલકે ગાડીના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જો કે, આ બાબતે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ થયેલ નથી.