મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ
મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે
SHARE
મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે
મોરબીના શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેથી ભોગ બનનાર પરિવારે ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ ચલાવી હતી.તેમજ આરોપીને પકડીને હાલ જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે 'બળજબરી' કરવામાં આવેલ હોય તે મુજબની ફરિયાદ નોંધાવા પામી હતી.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર તથા સ્ટાફ ચલાવી રહ્યો હતો અને તાત્કાલિક આ ગુનામાં ઉમામશા હાસમશા શેખ ફકીર (૨૫) રહે.મદીનાનગર કેજીએમ ચોક ભચાઉ કચ્છ (ભુજ) ને પકડી પાડવામાં આવ્યો હતો અને અપહરણ, પોકસો તથા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ તેની અટકાયત કરીને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હોય આરોપીને જેલ હવાલે કરાયો છે.
યુવાનું મોત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવતા સરવડ ગામ તરફથી પીપળીયા ચોકડી જતા રસ્તે આવેલ વરદાયી કારખાનાની સામે વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ગંભીર ઇજાઓ થવાથી બાઇક સવાર દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા (૨૩) રહે.જામનગરનું મોત નિપજેલ હોવાથી પોલીસે નોંધ કરીને આગળની તપાસ કરી હતી. માળીયા મીંયાણાના વવાણીયા ગામે રહેતા પરિવારનો સકીલ ઈસાભાઈ સાઇચા નામનો આઠ વર્ષનો બાળક ગામમાં બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે રસ્તામાં વાહનમાંથી પડી ગયો હોય ઇજા પામતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના ચરાડવા પાસે બાઈકમાં જતા સમયે રસ્તામાં ભૂંડ આડું ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં અબ્દુલભાઈ નુરમામદભાઈ ભટ્ટી (૫૫) રહે.માળીયા(મિં.) ને ઇજા થયેલ હોય અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.
વાહન અકસ્માત
મોરબીના કેનાલ રોડ તેજાણીની વાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઇ રતિભાઈ પરમાર નામનો ૩૪ વર્ષનો યુવાન રવાપર ચોકડી કેપિટલ માર્કેટ પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં વાહન સ્લીપ થતા તેને સારવાર માટે અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા લાખાભાઈ કરણાભાઈ હણ (૪૦) નામનો યુવાન મોરબી તાલુકાના ગોરખજડિયા પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં વાહન પલ્ટી મારી જતા ઇજા પામતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાલપર ગામે રહેતા મુકેશભાઈ લાલજીભાઈ નામનો ૪૩ વર્ષનો યુવાન નવા જાંબુડીયા ગામ ખાતે કામ કરતો હતો ત્યારે દશેક ફુટની ઊંચાઈએથી પડી ગયો હોય તેને સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો.
યુવાન સારવારમાં
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો રાહુલ નરસીભાઇ પરમાર નામનો ૩૪ વર્ષનો યુવાન નવાગામ પાસેથી બાઈક લઈને જતો હતો.ત્યાં વાહન સ્લીપ થયેલ હોય તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જ્યારે વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામે સર્વિસ રોડ ઉપર ટ્રેઇલર પલ્ટી મારી જતા મનોજકુમાર રામસ્નેહ પટેલ (૩૦) રહે.નવકાર કંપની વાધરવા તા.માળિયા મીંયાણા જી.મોરબીને ઇજા થઈ હોય તેને સીવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના સામાકાંઠે ત્રાજપરમાં રહેતા રમેશભાઈ મગનભાઈ વરાણીયા નામના ૫૫ વર્ષના આધેડ ઘરે પડી ગયા હોય માથા અને શરીરે ઇજા થતા મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.બનાવ સંદર્ભે નોંધ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.મોરબીના નસીતપર ગામે રહેતા નઝમાબેન હુસેનભાઇ ચૌહાણ (૫૧) નામના મહિલા ગામની દરગાહ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં વાહન સ્લીપ થતા ઈજા પામતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લવાયા હતા