મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ઘરના ક્લેશના લીધે યુવાન ઘરેથી જતો રહ્યો હોવાનું ખૂલ્યું


SHARE















મોરબીની સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારનો યુવાન દીકરો છેલ્લા નવેક દિવસથી પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર બહાર જતો રહ્યો હતો અને તેનો ફોન બંધ આવતો હોવાથી યુવાન ગુમ થયો હોવા અંગેની હાલમાં તેના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે નોધ કરીને યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરેલ હતી અને યુવાન ઘરના કલેશના લીધે ઘરેથી જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે

 મોરબીના સામાકાંઠા વિસ્તારની અંદર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સોલાજ ગામના રહેવાસી હિંમતલાલ અંબાલાલ શ્રીમાળી જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૫) એ પોતાનો દીકરો ભાવદિકભાઈ હિંમતલાલ શ્રામાળી (૧૯) ગત તા.૧૮-૬ થી પોતાના ઘરે કોઇને કશું જ કહ્યા વગર જતો રહેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને તેના પિતા હિંમતભાઈએ પોતાનો દીકરો ભવદિ ગુમ થયા હોવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેના આધારે બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરી હતી અને હાલમાં તે હેમખેમ મળી આવ્યો છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક જ ઘરમાં યુવાનના બહેન હિનાબેન, યાસોમતિબેન અને રાકેશભાઈ જુદા રહેતા હતા જે તેને ગમતું ન હતું જેથી કરીને તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો






Latest News