ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ મોરબીના લક્ષ્મણભાઈ દાફડાને યોગ્ય માર્ગદર્શન અને સોશિયલ મીડિયાના સેતુથી મળી રોજગારી ટંકારાના હરીપર ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારાના હરીપર ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ૨૦૨૬ અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર ગામે ગ્રામીણ સ્તરે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગની કચેરી GLPC ના સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર કલ્પેશ આર. ઉનડકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સામૂહિક શ્રમદાન હાથ ધરીને ગામની જાહેર જગ્યાઓની સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી તેમજ ગામના પરિસરમાં વનીકરણ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. પર્યાવરણ રક્ષણ અને ‘મિશન લાઈફ’ (Mission LiFE) ના અભિગમને સાર્થક કરવાના ભાગરૂપે હરીપર ગામ પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુસર શ્રમદાનમાં ઉપસ્થિત રહેલા લોકોને વિશેષરૂપે કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શ્રમદાનમાં SBM (G) યોજનાના જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ-કર્મચારીઓ, NRLM તથા VB GRAM G યોજનાનો સ્ટાફ, હરીપર ગામના સરપંચ, તલાટી, સખી મંડળના બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.




Latest News