મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા


SHARE

















મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રેલર જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ચારેક લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ છે અને હજુ પણ ઇજાગ્રસ્તનો આંકડો વધે તેવી શક્યતા છે

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રેલર પસાર થતું હતું ત્યારે ટે વાહન અચાનક જ પલટી મારી ગયું હતું ત્યારે બે ઓટો રીક્ષા ટ્રેલર ની છે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧) નામના યુવાનનું મોત નીપજયું છે અને અન્ય ચારેક લોકોને ઇજાઓ થયેલ છે જેમાં રીક્ષા ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર , ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાનો સમાવેશ થાય છે અને હજુ પણ ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ટ્રેલરમાથી ઢોળાયેલ કોલસા નીચે દટાયેલાં રિક્ષા હટાવવા માટે અને કોઈ દબાયું હોય તો તેને કાઢવા માટે જેસીબીની મદદ લેવાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News