મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો


SHARE





મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો

મોરબીના અમરનગર ગામે વરંડામાં આવેલ ઓરડીની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 72 બોટલ દારૂ સાથે એક આરોપી મળી આવ્યો હતો જયારે માળીયાના નવાગામ પાસે જુદીજુદી બે જગ્યાએ દારૂની બે રેડ કરી હતી જેમાં કુલ મળીને 1200 લિટર આથો મળી આવ્યો હતો જેથી સ્થાનિક પોલીસે જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના અમરનગર ગામે ગણપતસિંહ બટુકસિંહ ઝાલાના વરંડામાં આવેલ ઓરડીની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 72 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 21,192 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા (26) રહે. અમરનગર મોરબી વાળાની ધરપકડ કરીને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે માળીયાના નવાગામ તરી વિસ્તારમાં નદીના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઈ જેડા (26) રહે. વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઈસ્માઈલભાઈ રહીમભાઈ મોવર રહે. વીસીપરા રણછોડનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે તે વિસ્તારમાં દારૂની બીજી રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ગુનામાં પણ અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઈ જેડા (26) રહે. વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અવેસ સુભાનભાઈ કટિયા રહે. રણછોડનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધીને આ ગુનામાં પણ બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News