મોરબીમાં મચ્છીપીઠ પાસે યુવાન ઉપર પાઈપ વડે હુમલો : સારવારમાં મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી ! મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે


SHARE









મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી અલગ-અલગ જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી અંતર્ગત વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં રહેતા મહમદ ફીરદોશ મુનાફભાઈ જુણેજા વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આ ઇસમને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.

જ્યારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રવી રમેશભાઈ વરાણીયા નામના શખ્સ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. દારૂના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રવી વિરુદ્ધ પાસાનું વોરંટ મળતા જ પોલીસે તેને તુરંત અટકાયતમાં લીધો હતો. આ ઇસમને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે




Latest News