મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE





મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણ કરી પુર્વ આયોજીત કાવતરુ રચી અલગ અલગ એજન્ટો આરોપીઓને નીમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેંક એકાઉન્ટમાં સાયબર ફોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિથડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ-૩૧૬(૫),૩૧૭(૨), ૩૧૮(૪),૬૧(૨),૫૪ મુજબનો ગુનો નોંધી આરોપીઓ રાહુલ બચુભાઈ મુંઝારીયા તથા રોહીત બચુભાઈ મુંઝારીયા નાઓની ધરપકડ કરેલ હતી.

જેમા આરોપીઓ રાહુલ બચુભાઈ મુંઝારીયા તથા રોહીત બચુભાઈ મુંઝારીયાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ને ધ્યાને લઈ આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.




Latest News