હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી અને હળવદમાં વિદેશી દારૂની 3 રેડમાં આરોપી સાથે 16 બોટલ દારૂ પકડાયો


SHARE





મોરબી અને હળવદમાં વિદેશી દારૂની 3 રેડમાં આરોપી સાથે 16 બોટલ દારૂ પકડાયો

મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યા ઉપર તથા હળવદમાં એક વિદેશી દારૂની રેડ કરવામાં આવી હતી આમ કુલ મળીને ત્રણ રેડમાં દારૂની નાની મોટી 16 બોટલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી અને આરોપીને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીની પંચાસર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 5 બોટલ મળી આવતા પોલીસે 6,500 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને રમીઝભાઇ નુરખાન સીપાઇ (37) રહે. કાલિકા પ્લોટ શેરી નં-1 કાલિકા હનુમાન વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે મોરબીના સનાળા રાજપર રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 5 બોટલ મળી આવતા 600 રૂપિયાની કિંમતનો દારૂ તથા એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 5600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મનીષભાઈ શાંતિલાલભાઈ રાવલ (52) રહે. સનાળા રામજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલ તેને સારંગભાઈ મનીષભાઈ રાવલ રહે, મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે હળવદમાં હરીદર્શન ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 6 બોટલ મળી આવતા પોલીસે 600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિપતભાઈ સાદુરભાઈ દેકાવાડીયા (30) રહે. ખેતરડી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News