મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી
SHARE
મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી
મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષના ઉમેદવારો અને ભાજપથી નારાજ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી 4 ફોર્મ પાછા ખેંચવામાં આવેલ છે જેથી જો કે, 13 પૈકીનાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ છે જેમાં વોર્ડ નંબર 3, 6 અને 13 નો સમાવેશ થયા છે. અને જો અન્ય વોર્ડની વાત કરીએ તો મહાપાલિકાના કુલ વોર્ડમાંથી 1 વોર્ડમાં 11, 2 વોર્ડમાં 15, 4 વોર્ડમાં 13 અને 3 વોર્ડમાં 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેથી માત્ર 8 દિવસના ચૂંટણી પ્રચારમાં વધુમાં વધુ મતદારો સુધી પહોચવા માટે તમામ ઉમેદવારોએ પોતાના વોર્ડને ખૂંદવાનું શરૂ કરી દીધું છે.
વધુમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે દરેક બેલેટ યુનિટની અંદર 14 ઉમેદવાર હોય તો તેના નામ, 15 મું નોટાનું બટન તથા 16 મુ રજીસ્ટ્રેશનનું બટન આમ કુલ 16 બટન આપવામાં આવતા હોય છે જોકે આ વખતે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા પાંચ વોર્ડ એવા છે કે જેમાં 15 થી 16 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેથી આ વોર્ડની અંદર દરેક બૂથમાં એક કંટ્રોલ યુનિટ અને બે-બે બેલેટ યુનિટ મૂકવામાં આવશે અને પહેલા બેલેટ યુનિટના 14 ઉમેદવારો સુધીના નામ હશે જ્યારે 15 અને 16 માં ઉમેદવારના નામ જે તે વોર્ડમાં મુકાયેલ બીજા બેલેટ યુનિટમાં હશે. આ ઉપરાંત પહેલા યુનિટની અંદર નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન બંધ કરવામાં આવશે અને બીજા યુનિટની અંદર જે નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન હશે તેને કાર્યરત રાખવામાં આવશે આમ જે વોર્ડમાં 15 કે 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યાં મતદાન કરવા માટે જતા મતદારોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તે લોકોએ બે નંબરના બેલેટ યુનિટીની અંદર જે રજીસ્ટ્રેશન બટન આપ્યું હશે તેને દબાવ્યા પછી જ તેઓના મત રજીસ્ટર થશે.
મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં કયા વોર્ડમાં કોણ કોણ છે ઉમેદવાર...
વોર્ડ 1
ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા
કોંગ્રેસ: લક્ષ્મીબેન નવઘણભાઈ વેરાણા, દિનેશભાઇ કલાભઈ સેરસિયા, વસંતભાઇ લાલજીભાઇ કંઝારીયા, જયોતીબેન સંદીપકુમાર જીવરાજાની
આપ: નીતાબેન પ્રભાતભાઈ ચાવડા, દીપકભાઈ દેવાભાઈ ડાભી, ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત, ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા
અપક્ષ: અમિત દેવાભાઇ અવાડિયા, જીજ્ઞાસાબેન અમિતભાઇ ગામી, નિર્મલાબેન મોરારજીભાઇ કંઝારીયા, રાજેશભાઇ ચિમનલાલ રામાવત
વોર્ડ 2
ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા
કોંગ્રેસ: કોમલબેન સુનીલભાઇ કગથરા, જેતુનબેન જુમાભાઇ સુમરા, હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ, હુશેનભાઇ ભચુભાઇ ભટી
આપ: કાજલબેન જયેશકુમાર ધંધુકિયા, તેજલ કિરણભાઈ કાનગડ, જયેશ ખીમજીભાઈ સારેસા, ઈકબાલભાઈ હુસેનભાઇ કટિયા
બસપા: જયભાઇ ભુપેન્દ્રભાઇ સગઠીયા
અપક્ષ: કેશવલાલ છગનલાલ શુકલ, રવિકુમાર કૈલાશભાઇ, હુસેનબાનુ જામ
વોર્ડ ૩
ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા
કોંગ્રેસ: પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા, હિતેશભાઈ લાલજીભાઈ મહેતા, અલ્પાબા વનરાજસિંહ જાડેજા, વનિતાબેન મુકેશભાઇ ગામી
આપ: સચિન કિશોરભાઈ મકવાણા, અંજલીબેન મહેશભાઈ પરમાર, અરુણાબેન બીપીનભાઈ વડસોલા, ચુનીલાલ માવજીભાઈ બાવરવા
વોર્ડ 4
ભાજપ: પુનમબેન જીતેનભાઇ અગેચણીયા, અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા, વિવેક રમેશભાઇ ગોલતર, ગૌતમ ભાવેષભાઇ પરમાર
કોંગ્રેસ: લખમણ ભૂરાભાઇ વરાણિયા, લીલાબેન શામજીભાઇ મજેઠિયા, ભાવનીક હસમુખભાઇ મુછડિયા
આપ: સંજયભાઈ નથુભાઈ સાલાણી, લલિતભાઇ વિરજીભાઇ ખરા, સવિતાબેન દિપકભાઇ ગણેશીયા, હંસાબેન બાબુભાઇ બાસપીયા
બસપા: નરેન્દ્રભાઇ રૂપાભાઇ પરમાર, અનિલભાઇ મોહનભાઇ ચાવડા
વોર્ડ 5
ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ
કોંગ્રેસ: પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, મંજુલાબેન ગલાભાઇ પરમાર, વિજયાબેન અમરશીભાઇ મકવાણા, અમિત મનુભાઇ ભોજવીયા
આપ: રાજકુમાર મહિપતસિંહ જાડેજા, શોભનાબેન મુકેશભાઇ દેગામા, કૈલાશબેન સંજયભાઇ મુછડિયા, ગોપાલ રમેશભાઇ પરસાડીયા
બસપા: દિપક ચંદુભાઇ ટુંડિયા, કાંતિલાલ વીરજીભાઇ ખડોલા
અપક્ષ: હરીશભાઇ મોતીભાઇ રાતડીયા, સંગીતાબા ગિરીરાજસિંહ ઝાલા
વોર્ડ 6
ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા
કોંગ્રેસ: દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની, શિરાજુદીનભાઈ મજીદભાઈ દરજાદા, શબ્બીર અસગરઅલી ગુલાબી
આપ: ગફારભાઇ જુસબભાઇ ખોલેરા, રોનિત શૈલેષકુમાર લવા, રૂપલબેન રાકેશભાઇ મહેતા, કાજલબેન વિજયભાઇ રામાવત
અપક્ષ: સિતાબા અનોપસિંહ જાડેજા
વોર્ડ 7
ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ
કોંગ્રેસ: હિરલબેન તેજશભાઇ ટાંક, મુસા ઓસમાણભાઇ વડાવરીયા, વિનોદભાઇ મણીલાલ ભટ્ટ,
આપ: ગોવિંદ રાજેશભાઇ પરમાર, પ્રીતીબેન મહેન્દ્રકુમાર ચંદારાણા, ગોપાલભાઇ દિનકરરાય પંડ્યા, શોભનાબેન કિશોરભાઇ પરમાર
અપક્ષ: અલ્પાબેન અજયભાઇ કક્કડ, વિવેક જયંતિલાલ મીરાણી, સીમાબેન અશોકભાઇ સોલંકી આશિફ રહીમભાઇ ઘાંચી
વોર્ડ 8
ભાજપ: કુંદનબેન શૈલેષ માકાસણા, મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી, ઉતમ મહેશભાઇ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી
કોંગ્રેસ: બળવંત ચતુરભાઇ ઘુમલીયા, મિનાક્ષીબેન મનહરકુમાર પટેલ, ચૈતાલી દિનેશભાઇ સાણંદિયા, હાજી અકબરભાઇ કોરડીયા
આપ: અસ્લમ ઇકબાલભાઇ ઓડિયા, અન્નપુર્ણાબેન હર્ષદભાઇ ઘુમલિયા, અરૂણકુમાર દિનેશભાઇ રૂપાલા, મનીષાબેન કૌશીકભાઇ અમૃતિયા
અપક્ષ: ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા, પ્રકાશભાઇ નાગજીભાઇ દેત્રોજા, લલીતભાઇ જેરાજભાઇ કામરીયા
વોર્ડ 9
ભાજપ: હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા
કોંગ્રેસ: શીતલબેન નયનભાઇ પનારા, જયેશ શાંતિલાલ કાલરિયા, જોસનાબેન જીતેન્દ્રભાઈ ઝાલરીયા, મહિપત મોહનભાઈ પરમાર
આપ: કૌશલ રમેશભાઇ વડગામા, ભારતીબેન હીતેષભાઇ પરમાર, મેહુલ મૂળજીભાઇ ગડારા, ક્રિષ્ના કાંતિલાલ બાવરવા, ક્રિષ્ના કાંતિલાલ બાવરવા
અપક્ષ: નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર
વોર્ડ નંબર 10
ભાજપ: સોનલબેન પ્રફુલભાઇ બાવરવા, અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી
કોંગ્રેસ: ભાવીન વલમજીભાઇ ફેફર, ઉર્મિલા વિપુલ પરમાર, મંજુલાબેન અમરશીભાઇ કંઝારીયા, દીપક અરજણભાઇ પરમાર
આપ: વીરજીભાઈ નરશીભાઈ ચાવડા, લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા, ઉર્મિલા હરિલાલ નકુમ, સરસ્વતીબેન મહાદેવભાઇ સરડવા
અપક્ષ: કાનજીભાઇ લખમણભાઇ નકુમ
વોર્ડ નંબર 11
ભાજપ: ગોપાલભાઇ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઇ સનાવડા, નિરૂપમા નિલેશભાઇ કાલરીયા અને ભારતીબેન ચુનીલાલ પરમાર
કોંગ્રેસ: વંદના કરણ કાસુન્દ્રા, કસ્તુરબેન હિતેષભાઇ ડાભી, વિવેક હર્ષદભાઇ ઠોરીયા અને અમરશીભાઈ પરસોતમભાઈ બારૈયા
આપ: કરિશ્માબેન ગીરઘરભાઈ પરમાર, અરૂણભાઇ નરશીભાઇ વિડજા, જગદીશભાઇ ભગવાનભાઈ અઘારા અને ચંદ્રિકાબેન ભાવિકકુમાર ભટાસણા
અપક્ષ: અરજણભાઇ પાલાભાઇ રાઠોડ
વોર્ડ નંબર 12
ભાજપ: રીષિપકુમાર નારણભાઇ કૈલા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલ સાગરભાઇ વઘાડીયા
કોંગેસ: જગદીશ રમેશભાઇ સોનગ્રા, કોમલબેન પ્રદીપકુમાર ભોજાણી, વિનોદકુમાર નાનજીભાઇ વીડજા
આપ: પરિમલ અરવિંદભાઇ કૈલા, રિયાઝ રજાકભાઇ ચાનિયા, જીશ્મા જયેશભાઇ ઠાકર, ભાવીનીબેન દિલીપભાઇ ડાભી અને કિરણબેન શાંતિલાલ પરમાર
વોર્ડ નંબર 13
ભાજપ: ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઇ ડાભી, ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા
કોંગ્રેસ: કંચનબેન રતિલાલ જાદવ, વિનોદભાઇ રણછોડભાઇ નકુમ, ઈમરાનભાઈ ઉસ્માનભાઈ સોલંકી અને ટવિંકલ ચંદુભાઈ મકવાણા
આપ: ચંદ્રીકાબેન જગદીશભાઇ ગજીયા, કલ્પેશ જગદીશભાઇ સોનગ્રા, આરિફ અબ્દુલભાઇ સલોત અને ગીતાબેન રાકેશભાઈ સાવરિયા